તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Education Department Has Sought An Explanation From Ranip's Geeta School In Ahmedabad In The Matter Of BU Permission Within Seven Days

વિવાદ:શિક્ષણ વિભાગે અમદાવાદની રાણીપની ગીતા સ્કૂલ પાસે સાત દિવસમાં BU પરમિશન મામલે ખુલાસો માંગ્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અમદાવાદમાં BU પરમીશનને લઈને દુકાનો અને કોમ્પલેક્સ સીલ કરાયા હતાં જેમાં સ્કૂલો પણ હતી

અમદાવાદમાં થોડા સમય અગાઉ અનેક દુકાનો, કોમ્પલેક્સ અને સ્કૂલોને BU પરમિશન નહીં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. જેમાં શહેરની રાણિપની ગીતા સ્કૂલને પણ સીલ કરી દેવાઈ હતી. ત્યાર બાદ અનેક રજુઆતો બાદ સીલ ખોલવામાં આવ્યું હતું. હવે શિક્ષણ વિભાગે રાણીપની ગીતા સ્કૂલના ટ્રસ્ટીઓ પાસે BU પરમિશન મુદ્દે સાત દિવસમાં ખુલાસો માંગ્યો છે.

શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે માંગેલા ખુલાસાનો પત્ર
શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે માંગેલા ખુલાસાનો પત્ર

શિક્ષણ વિભાગે સ્કૂલના ટ્રસ્ટ પાસે ખુલાસો માંગ્યો
શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે કાદંબરી એજ્યુકેશન ટ્રસ્ટની ગીતા હાયર સેકન્ડરી સ્કૂલને BU પરમિશન મામલે ખુલાસો કરવા એક નોટીસ પાઠવી છે. આ નોટીસમાં જણાવાયું છે કે સ્કૂલમાં શિક્ષણ પ્રકિયા હાલ કઈ રીતે કરવો છો, શાળાનું મકાન હાલ કાર્યરત છે કે કેમ, શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થયેલ છે. જો હા તો આ મકાનમાં શૈક્ષણિક કાર્ય શરૂ છે, BU પરમિશન મેળવેલ છે કે હા કે ના, AMC દ્વારા શાળાનું મકાનનું સિલ ખોલવાની મંજૂરી આપવામાં આવેલ છે. આ તમામ બાબતે ખુલાસો આપવા જણાવ્યું છે.

રાણીપની નવસર્જન સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન રોડ પર બેસીને ભણાવ્યા હતાં.
રાણીપની નવસર્જન સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન રોડ પર બેસીને ભણાવ્યા હતાં.

રાણીપની સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને રોડ પર બેસીને ભણાવ્યા
અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીયલ યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. શહેરના રાણીપ વિસ્તારમાં નવસર્જન સ્કૂલ સીલ થતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને ઓનલાઈન ક્લાસ શરુ કર્યાં હતાં. ગત સાતમી જૂનથી સ્કૂલોમાં નવા સત્રની શરુઆત થઈ છે. સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. નવસર્જન સ્કૂલને BU નહીં હોવાથી સીલ કરવામાં આવતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.