અકસ્માત:નિર્ણયનગર ગરનાળા પાસે ડમ્પરે વૃદ્ધને અડફેટે લીધાં

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિર્ણયનગર ગરનાળા પાસે મંગળવાર રાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂરઝડપે ડમ્પરના ચાલકે 61 વર્ષના વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગી ગયો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

ચાંદલોડિયામાં રહેતા રમેશ જાટબ(ઉં.61) સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મંગળવારે રાતે રમેશભાઈ નિર્ણયનગર ગરનાળા પાસે મીરચી મેદાન પાસેથી ચાલતા જઈ રહ્યા હતા. દરમિયાન પૂરઝડપે પસાર થતા ડમ્પર ચાલકે રમેશભાઈને ટક્કર મારી હતી.રમેશભાઈના શરીર પરથી તેનું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા રમેશભાઈના દીકરા ઘનશ્યામ જાટબ, પત્ની આરતીબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...