ફેરફાર:RTOમાં 20 નવેમ્બરે લેવાનારા ડ્રાઇવિંગ ટેસ્ટ 27મીએ લેવાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી કચેરીનું ખાતમુુહૂર્ત 19ને બદલે 20 નવેમ્બરે રખાતા ફેરફાર કરવામાં આવ્યો
  • મોબાઇલમાં​​​​​​​ મેસેજ આવશે, સાઇટ પર નવી તારીખ જોઈ શકાશે

સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગનું ખાતમુર્હૂત મુખ્યમંત્રીના હસ્તે 19 નવેમ્બર શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ રદ કરી 20 નવેમ્બર શનિવારના રોજ યોજવાની જાહેરાત કરાઈ છે. કાર્યક્રમની નવી તારીખ 20 નવેમ્બર જાહેર થવાના લીધે આ દિવસના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર અરજદારોને તારીખ બદલીને 27 નવેમ્બર આપવામાં આવી છે. 20મીએ માત્ર આરટીઓમાં વાહન સબંધિત જ કામગીરી ચાલુ રહેશે.

આરટીઓ આર.એસ.દેસાઇએ કહ્યું કે, બદલાયેલી તારીખ અંગે અરજદારના મોબાઇલમાં મેસેજ આવશે અથવા વેબસાઇટ પર તારીખ પણ જોઇ શકશે.આરટીઓના ખાતમુહૂર્તના કાર્યક્રમની તારીખ બદલાવાના લીધે ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારોને નવી તારીખ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...