ધરપકડ:ત્રણ વર્ષની બાળકીને કચડી મારનાર કારચાલક પકડાયો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચાણક્યપુરીની ઘટનામાં CCTV ફૂટેજ મળ્યા હતા
  • પોલીસ કરચાલકને બનાસકાંઠાથી પકડી લાવી

ચાણક્યપુરી જનતાનગર રેલવે ફાટક પાસે 3 વર્ષની બાળકીને કચડી મારી ફરાર થઈ ગયેલા કારચાલકની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવીમાં કેદ થયેલા કારના ફોટાના આધારે પોલીસે બનાસકાંઠાના માનપુરાઉન ગામના રહેવાસી તેવા રમેશભાઈ દેસાઈની ધરપકડ કરી છે.

ચાણક્યુપરી ગોકુલનગરના કાંચા છાપરાંમાં રહેતા મુકેશભાઈ મુનૈચા ગત તા. 18 નવેમ્બરે બપોરે પત્ની અને બે બાળકોને લઈને પૈડલ રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે જનતાનગર રેલવે ફાટક ક્રોસ કરતા રિક્ષામાંથી પાણીની બોટલ પડી હતી, જેથી મુકેશભાઈની 3 વર્ષની દીકરી કોમલ બોટલ લેવા નીચે ઉતરી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી કારના ચાલકે કોમલના છાતી અને પેટના ભાગે કાર ચઢાવી દીધી હતી, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોમલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે મુકેશભાઈએ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે રૂટ પરના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા, જેમાં કારનો નંબર દેખાયો હતો, જેના આધારે પોલીસે તપાસ કરતા આ કાર માનપુરાઉન ગામના રહેવાસી રમેશભાઈ દેસાઈ (ઉં.47)ની હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આ કેસની તપાસ માટે એ ડિવિઝન પોલીસ ઉપરી અધિકારીઓની મંજૂરી લઈને માનપુરઉન ગામ ગયા હતા અને રમેશભાઈ દેસાઈની ધરપકડ કરીને અમદાવાદ લઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...