તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રજાઓમાં પણ અર્બન હેલ્થ સેન્ટર, કોરોના ટેસ્ટિંગના ડોમ ચાલુ રહેશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • સંજીવની સહિતની સેવામાં 8 હજાર ડોક્ટર ખડેપગે ફરજ બજાવશે

દિવાળીની રજાઓ દરમિયાન પણ મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરિ સેવા પણ કાર્યરત રહેશે. આ તમામ સેવાઓમાં અંદાજે 8 હજાર ડોક્ટરો ફરજ બજાવશે.

આ ઉપરાંત દિવાળીમાં પણ લોકોને સારવાર મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, 19 નવેમ્બર સુધી ડોક્ટર ઓન કોલ સેવા મળી રહેશે. જેમાં 150 ડોક્ટર અને 15 કો-ઓર્ડિનેટર સેવા આપશે. નર્સિંગ હોમ્સ 21 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત એલજી, શારદાબહેન અને નગર હોસ્પિટલમાં 24 કલાક સારવાર મળી રહેશે. સિવિલ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ 24 કલાક ચાલુ રહેશે. નોનકોવિડ દર્દી માટેની ઓપીડી સવારે 9થી બપોરના 2 સુધી,ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં દર્દી તપાસ કરાવીને સારવાર મેળ‌વી શકે છે. આ સિવાય કોઇપણ વ્યકિત ટ્રોમા સેન્ટરમાં 24 કલાક તપાસ-સારવાર કરાવી શકે છે.

કોરોના સહિતની ઈમરજન્સી માટે અહીંથી સારવાર મળી રહેશે

ડોકટરનું નામવિસ્તારમોબાઇલ નંબર
ડો. ધિરેન મહેતાબાપુનગર98988 54158
ડો. અમન ઇસ્માઇલીવટવા98258 67839
ડો. અભય એસ. દિક્ષિતમણિનગર93270 18200
ડો. નંદલાલ મહેશ્વરીઇસનપુર97241 68223
ડો. એચ.ટી. મિત્રાન્યુ ચાંદખેડા99133 67409
ડો. મનોજ કોડવાનીકુબેરનગર78787 57501
ડો. ધિરેન સી. સાણંદિયાસાબરમતી98256 33889
ડો. રસિક એ.રાવલગોતા94263 66123
ડો. એ.બી. શર્માડી-કેબિન93270 33606
ડો. વરુણ એન. પટેલગોતા94291 32383
ડો. બાલક્રિષ્ન રાઠોડનારણપુરા98795 69954
ડો. અમિત મહેતાસેટેલાઇટ98252 82384
ડો. જ્યોતિન્દ્ર મહેતાપાલડી98250 39653
ડો. અશ્વિન શાહઆંબાવાડી98240 38816
ડો. દવેઘાટલોડિયા98980 49167
 • અર્બન હેલ્થ સેન્ટર: સવારે 9થી બપોરે 3 સુધી
 • કોરોના ટેસ્ટિંગના ડોમ: સવારે 9થી બપોરે 4 સુધી
 • સંજીવની સેવા: સવારે 9થી બપોરે 4 સુધી
 • 104 સેવા: 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી
 • વડીલ સેવા: સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી
 • ધન્વંતરિ રથ: સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો