તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:RTE હેઠળ પ્રવેશ લેનારાના દસ્તાવેજોનું વેરિફિકેશન થશે, શહેર DEO ટૂંક સમયમાં પરિપત્ર કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા દસ્તાવેજો ઊભા કરનારા વાલી સામે કાર્યવાહી કરાશે

આરટીઇ હેઠળ એડમિશન તેમામ તમામ બાળકોના દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી સ્કૂલોને અપાશે, આ અંગે આવનારા સમયમાં વિધિસર શહેર ડીઇઓએ પરિપત્ર કરશે. ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ સૂચના આપી છે કે જો કોઇ વાલીએ ખોટા દસ્તાવેજોને આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરાશે. પોલીસ ફરિયાદ સુધીના પણ પગલા લેવાઇ શકે છે.

દર વર્ષે વિવિધ સંગઠનો દ્વારા વાલીઓએ પોતાના બાળકોને ખોટા દસ્તાવેજોને આધારે પ્રવેશ અપાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવે છે. આ પહેલાના વર્ષોમાં પણ શિક્ષણ વિભાગે ડીઇઓ-ડીપીઓ મારફતે સ્કૂલોને સૂચના અપાઇ હતી કે વાલીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો વાલીઓના ખોટા દસ્તાવેજો જણાશે તો વાલી સામે કડક કાર્યવાહી કરાશે. આ માટે વાલીનું બેન્ક સ્ટેટમેન્ટ, લાઇટબીલ, રહેઠાણની સ્થિતિ વગેરેની પણ તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...