તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ડૉક્ટર પતિએ પત્નીના વાળ પકડી દિવાલ સાથે માથું ભટકાવ્યું

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝુંડાલની મહિલાએ પતિ-સાસુ સામે પોલીસ ફરિયાદ કરી
 • પતિ-સાસુએ દહેજની માગણી કરી, ઘરમાં પણ તોડફોડ કરી

ઝુંડાલ ખાતે ડોક્ટર પતિએ પત્નીનું માથુ દિવાલે અથડાવીને ઈજાઓ પહોંચાડી રૂમમાં તોડફોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઝુંડાલ સર્કલ પાસે નવપદ હિલિઓઝ ખાતે રહેતા પ્રતિ મીશ્રાએ અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ ડો.જનાર્દન શિપુજન મિશ્રા ન્યુ સી. જી. રોડ પર આવેલા ફિઝિયોથેરાપી મિશન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. લગ્ના એકાદ વર્ષ સારુ રાખ્યા બાદ તેમના શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ ચાંદખેડા રહેતાં હોવાને પગલે મહિલાએ પતિ અને સાસુ સામે ચાંદખેડામાં અરજી પર કરી હતી. જે બાદ સમાધાનને પગલે છેલ્લા ચાર મહિનાથી સાસરીમાં રહેતાં હતા.

રવિવારે સવારે સાસુની ચઢામણીથી પતિએ ‘દહેજમાં ગાડી વગર બીજુ કઈ આપેલ નથી, તારે આ ઘરમાં રહેવું હોય તો તારા માતા-પિતા પાસેથી પૈસા લઈ આવ’ કહ્યું હતું. મહિલાએ ગાળો બોલવાની ના પાડતા પતિએ માથાના વાળ પકડીને માથું દિવાલે અથડાવ્યું હતું. જેમાં મહિલાને જમણી આંખની ઉપર કપાળના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદ પતિએ રૂમમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું જ્યારે સાસુએ ધક્કો માર્યો હતો. ફરિયાદીએ ફોન કરીને ભાઈઓને બોલાવતા પતિએ ઝઘડા અંગે કોઈને કહીશ તો બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે મહિલાએ પતિ-સાસુ સામે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો