તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ડોક્ટર પતિ નોકરી દરમિયાન પ્રેમમાં પડ્યો, મહિલા ડોક્ટરની પતિ અને ડોક્ટર પ્રેમિકા સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સેટેલાઇટમાં રહેતી મૂળ ભોપાલની મહિલા ડોક્ટરે તેના પતિ સાસુ-સસરા અને પતિની પ્રેમિકા એવી મહિલા ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન(વેસ્ટ)માં નોંધાવી છે.

મૂળ ભોપાલની મહિલા અને તેના પતિ એક સાથે અભ્યાસ દરમિયાન પરિચય થતાં બંનેએ ભોપાલ ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને બે બાળકો હતા. બાદમાં પતિને નોકરી દરમિયાન અન્ય એક મહિલા ડોક્ટર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિએ પ્રેમિકા બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે તેમ જણાવી મહિલાને અલગ થવા જણાવ્યું હતું. મહિલાએ વિરોધ નોંધાવતા પરિવારજનોની સમજાવટથી પતિ અમદાવાદ છોડી ભોપાલ રહેવા તૈયાર થયો હતો. જોકે થોડા સમય બાદ પતિ અમદાવાદ રહેવા આવી ગયો અને પ્રેમિકા સાથે અલગથી ભાડાનું મકાન લઈ રહેવા લાગ્યો હતો. મહિલાએ કંટાળીને પતિ સાસુ-સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો