તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ટ્રાન્સજેન્ડરના વેક્સિનેશન માટે વ્યવસ્થા કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસીકરણ થયું

અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ટ્રાન્સજેન્ડરને રસી આપવાની ઝુંબેશનો શુભારંભ કર્યો છે. આ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ ૨૪ જૂનના રોજ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ દિવસે ૧૬ ટ્રાન્સજેન્ડરને કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી રસી આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાન્સજેન્ડર્સને દૂધેશ્વર વિસ્તારમાં શાહપુર દરવાજા નજીક સ્થિત લાલાકાકા કમ્યુનિટી હોલ ખાતે રસી આપવામાં આવી હતી.

આ અંગેની વિગતો આપતા અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આરતીબહેન બોરિચાએ જણાવ્યું હતું, “કોવીડ સામેની લડાઈમાં સમાજનો કોઈ વર્ગ બાકાત ન રહે તે માટે સરકારશ્રી દ્વારા દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. આ દિશા-નિર્દેશ અનુસાર અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સજેન્ડરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.” નોંધપાત્ર બાબત એ છે કે ટ્રાન્સજેન્ડર માટે કાર્યરત સંસ્થાઓની મદદથી ટ્રાન્સજેન્ડરનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી આ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રસીકરણ બાદ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીએ રસીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને ગુજરાત સરકાર દ્વારા મહત્તમ રસીકરણ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...