તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનું જોર યથાવત:જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા, પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ બે દિવસ જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહેશે

ઉત્તરનાં કાતિલ ઠંડા પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જયારે અન્ય તમામ શહેરનું તાપમાન 11થી 15 ડિગ્રીની વચ્ચે પહોંચતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડા પવનોની અસરોથી સમગ્ર રાજ્યમાં નલિયા 3.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. જયારે અમદાવાદમાં બે દિવસ ઠંડીનો પારો 8.4 ડિગ્રી ગગડ્યો છે. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવનું જોર યથાવત રહેતાં ઠંડાનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, અમદાવાદ જિલ્લામાં પણ ઠંડીનું જોર યથાવત રહેતા જિલ્લાવાલીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા.

નાગરિકોએ ગરમ તાપણા કરી ઠંડી ઉડાડવાનો પ્રસાય કર્યો હતો. તો બીજી બાજુ ખેડૂતોએ પણ ઠંડીથી ઘઉંના પાકને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. હજુ બે દિવસ જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. જેની અસર જનજીવન પર પડે તેવી સંભાવના રહેલી છે. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવનું જોર યથાવત રહેતાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો