તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:નરોડાની ટીબી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર બે હજાર રોપા રોપશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરોડા ખાતે આવેલી ટીબી હોસ્પિટલના મેદાનમાં ગુરુવારે 2000 રોપા રોપવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ કહ્યું કે, વન વિભાગના સહયોગથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ઊન નિકાસ નિગમના ચેરમેન ભવન ભરવાડની ઉપસ્થિતિમાં નરોડા ખાતે સવારે 11 વાગ્યે રોપા રોપવાનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આયુર્વેદિક પ્લાન્ટના મફત વિતરણના રથનું પણ પ્રસ્થાન કરાવાશે. આ રથ નરોડા અને આસપાસના વિસ્તારોમાં ફરશે. નાગરિકોને આયુર્વેદિક પ્લાન્ટ વિનામૂલ્યે અપાશે.

ડીએફઓ ડો. શકિરા બેગમે કહ્યું કે, કાર્યક્રમમાં શહેર વનવિભાગના સીએફએફ અશ્વિન પરમાર પણ ઉપસ્થિત રહેશે. કોવિડ 19ના નિયમો અંતર્ગત વધુ લોકોને એકત્રિત કરવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...