રિટર્નમાં સુધારો:બે રિટર્ન વચ્ચેના તફાવતની 7 દિવસમાં સ્પષ્ટતા કરવી પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જીએસટીઆર-1 અને 3બીના રિટર્નમાં ટેક્સની રકમમાં 20 ટકા કરતા વધારે તફાવત હશે તો કરદાતાના રજિસ્ટર્ડ ઈ-મેઇલ પર ડિપાર્ટમેન્ટ મોકલશે. કરદાતાએ 7 દિવસમાં નોટિસનો જવાબ દસ્તાવેજો સાથે આપવાનો રહેશે. જો જવાબ નહીં આપે તો ડિપાર્ટમેન્ટ ડિમાન્ડ કાઢી શકશે.

GSTR-1 અને 3Bના ટેક્સની રકમમાં 20%થી વધુ ફેરફાર હશે તો કરદાતાને નોટિસ મોકલાશે
જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીના રિટર્નમાં સુધારોઓ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી ટેકસ અને આઇટીસીની માહિતી મળતી હતી. પહેલા આ બન્ને રિટર્નમાં જો તફાવત આવે તો તેની કરદાતાએ ચુકવણી કરવી પડતી હતી. પરંતુ તાજેતરની જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ રિટર્નમાં કેટલાક મહત્વના સુધારા પણ કરવામાં આવ્યા છે.

જીએસટીઆર-1 અને જીએસટીઆર- 3બીમાં ટેકસની રકમમાં 20 ટકા કરતા વધારે તફાવત અથવા મિસમેચ આવતો હોશે તો કરદાતાએ આ તફાવત અંગે માહિતી આપવી પડશે. જે અંગે ડિપાર્ટમેન્ટે કરદાતાઓને ખુલાસો કરવા માટે ઇ-મેઇલ પર નોટિસ પાઠવવામાં આવશે. જેનો જવાબ કરદાતાઓએ સાત દિવસમાં આપવાનો રહેશે.

ખરીદ-વેચાણમાં ભૂલની માહિતી આપવી પડશે
વેપારીએ કરેલી ખરીદ, વેચાણ અથવા થયેલી ભૂલ અંગેની માહિતી આપવી પડશે. આ સ્પષ્ટતા કર્યા બાદ કરદાતાને ડીઆરસી-03 ફોર્મ અંતર્ગત ટેક્સ ચૂકવી શકશે અને જો વેપારી સાત દિવસમાં કોઇ પણ જવાબ નહીં આપે તો વિભાગ તેની સામે ડિમાન્ડ નોટિસ કાઢી શકશે.

અન્ય સમાચારો પણ છે...