DEO વાડજની નિર્માણ સ્કૂલમાં પહોંચ્યા:વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી ન વાપરવાના શપથ લેવડાવ્યાં, સ્કૂલોમાં જાગૃત્તિ ઝૂંબેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અત્યારે ચાઈનીઝ દોરીનો વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોમાં જાગૃતતા આવવી જરૂરી છે, જેથી શિક્ષણ વિભાગે પણ હવે આ મામલે ઝૂંબેશ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને વિદ્યાર્થીઓને ચાઇઝી દોરી ના વાપરવા સમજ આપવા તાકીદ કરી છે. આ ઉપરાંત DEO દ્વારા આજે સ્કૂલમાં જઈને પણ બાળકોને ચાઈનીઝ દોરી ના વાપરવા સમજાવવામાં આવ્યા હતા.

ચાઈનીઝ દોરી સામેની ઝૂંબેશમાં શિક્ષણ વિભાગ જોડાયો
સમગ્ર રાજ્યમાં અત્યારે ચાઈનીઝ દોરીના ના વાપરવા માટે ઝૂંબેશ ચાલી રહી છે. આ ઝૂંબેશમાં શિક્ષણ વિભાગ પણ જોડાયું છે. ઉત્તરાયણને હવે 4 દિવસ બાકી છે ત્યારે વાડજની નિર્માણ સ્કૂલમાં અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી જઈને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ભેગા કરીને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તમામ બાળકોએ ચાઈનીઝ દોરીનો વિદ્યાર્થીઓએ ઉપયોગ નહીં કરવાના સંકલ્પ પણ કર્યો હતો.

હાઇકોર્ટનો ચાઈનીઝ દોરી ના વાપરવા કડક આદેશ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે હાઇકોર્ટ તરફથી પણ ચાઈનીઝ દોરી ના વાપરવા કડક આદેશ કરવામાં આવ્યા છે તથા આ દોરીના કારણે લોકોના જાનને નુકસાન થાય છે. જેથી અમદાવાદ શહેરમાં આવેલી તમામ સ્કૂલોને તેમના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવા માટે સમજણ આપવા જણાવ્યું છે, સ્કૂલોમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવા માટે વિદ્યાર્થીઓને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...