અંતે રાહત થઈ:DEOએ ખુલાસો માંગતા જ અમદાવાદની DAV સ્કૂલ દ્વારા સ્કૂલ ટ્રાન્સપોટેશનના નિર્ણયને તાત્કાલિક બદલવામાં આવ્યો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ધી ચાલક અને વાલી મંડળે DEO કચેરીમાં ફરિયાદ કરી હતી
  • સ્કૂલ વાન ચાલકો અને બસ તથા રીક્ષા ચાલકો 1000થી 1759 રૂપિયા ભાડું લેતા હતા

DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલ વર્ધી ચાલકોને બાળકો લાવવામાં ફરમાવવામાં આવી હતી અને સ્કૂલનું જ ટ્રાન્સપોર્ટેશન ફરજીયાત કરવામાં આવ્યું હતું જેની સામે વર્ધી ચાલકો અને વાલીઓનો વિરોધ હતો.DEO કચેરીએ પણ ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ DEOએ ખુલાસો માંગતા સ્કૂલ તરફથી નિર્ણય બદલવામાં આવ્યો છે.

મકરબામાં આવેલ DAV ઇન્ટરનેશન સ્કૂલમાં બાળકો જે સ્કૂલ વાન અને રીક્ષામાં આવતા હતા તે વર્ધી ચાલકોને સ્કૂલ દ્વારા બાળકોને લાવવા લઇ જવા મનાઈ કરવામાં આવી હતી.સ્કૂલ વાન ચાલકો અને બસ તથા રીક્ષા ચાલકો 1000થી 1759 રૂપિયા ભાડું લેતા હતા. જેની સામે સ્કૂલે પોતાની બસ ચાલુ કરવાનું નિર્ણય કર્યો હતો. જેમાં મહિનાનું ભાડું રૂ.3000થી શરૂ થતું હતું, જેનું ભારણ વાલીઓ પર પડતું હતું અને વર્ધી ચાલકોને રોજી છીનવાઈ હતી. જેથી વર્ધી ચાલક અને વાલી મંડળે DEO કચેરીમાં ફરિયાદ કરી હતી. જે બાદ DEOએ તપાસ શરૂ કરી હતી અને સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો હતો જેથી સ્કૂલે તાત્કાલિક નિર્ણય બદલ્યો છે.

આ અંગે અમદાવાદ ગ્રામ્ય DEO આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, સ્કૂલે ટ્રાન્સપોર્ટેશનનો નિર્ણય ફરજીયાત કરવાનાં નિર્ણયની ફરિયાદ મળી હતી.ફરિયાદ મળતા અમે તપાસ શરૂ કરી હતી.સ્કૂલ પાસે અમે ખુલાસો ફરજીયાત કરવા માટે ખુલાસો માંગ્યો છે. વર્ધી ચાલક રમેશ કલાલે જણાવ્યું હતું કે, અમારા ધરણા અને પ્રદર્શન બાદ સ્કૂલ દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે અને અમને સોમવારથી રાબેતા મુજબ વિદ્યાર્થીઓને સ્કૂલ વાન અને રીક્ષામાં લાવવા જણાવ્યું છે.અમે ફરીથી રાબેતા મુજબ હવે સ્કૂલનું કામ શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...