તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ કરવાના નિર્ણયને સહમતી:ધોરણ 10માં માસ પ્રમોશન નિર્ણયને વાલી મંડળ અને સ્કૂલ બોર્ડના સંચાલક મંડળે આવકાર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
ફાઇલ તસવીર

કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને વાલી મંડળ તથા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા આવકારવામાં આવ્યો છે. ધોરણ 12 માટે ઝડપથી નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.

ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, અમે સરકારને અનેક વખત મળીને રજૂઆત કરી હતી અને હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. જે બાદ સરકાર દ્વારા હવે પરીક્ષા રદ કરીને ધોરણ 10માં પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. સરકારના નિર્ણયથી 12 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓ કોરોનાથી પણ બચી જશે. હવે તમામ સ્કૂલો પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે અને કોઈપણ વિદ્યાર્થીને ધોરણ 11મા પ્રવેશથી વંચિત ના રહે તેવી એમને આશા છે.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને ધોરણ 10ની પરીક્ષા માટે અલગ-અલગ વિકલ્પ આપ્યા હતા. આજે સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. હજુ ધોરણ 12ની પરીક્ષા અંગે નિર્ણય લેવાયો નથી ત્યારે ધોરણ 12 અંગે પણ અમે સરકારને પત્ર લખીને સૂચનો આપ્યા છે. સરકાર ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઝડપથી નિર્ણય લે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...