તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બારેજામાં આઈશરે અડફેટે લેતા આધેડ વયના પુરુષનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેકટરીમાં લાકડાનો વેર ખાલી કરીને આઈશર જઈ રહી હતી ત્યારે આધેડને અડફેટે લીધા હતા

બારેજામાં આવેલી ફેકટરી સંકુલમાંથી નીકળેલી આઈશરનું વ્હીલ આધેડના શરીર પર ફરી વળતા મોત નિપજયું હતુ. આ અંગે અસલાલી પોલીસે આઈશરના ચાલક વિરુધ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના બારેજા ગામની સીમમાં આવેલી પાસર મમરાની ફેકટરીમાં નોકરી કરતા કિરણભાઈ તડવી પરિવારના સભ્યો સાથે ફેક્ટરી સંકુલમાં આવેલી ઓરડીમાં રહેતા છે. કિરણભાઈના પિતા નારાયણભાઈ મોહનભાઈ તડવી(52) અને ફેક્ટરીની ઘંટીનો કારીગર સિકંદર બુધવારે કમ્પાઉન્ટમાં ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે ફેકટરીમાં લાકડાનો વેર ખાલી કરવા આવેલી આઈશરના ચાલકે આઈશર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હતી.

જેના કારણે નારાયણભાઈ આઈશરની અડફેટે આવ્યા હતા અને તેમની છાતી પરથી આઈશરનું વ્હીલ ફરી વળતા નારાયણભાઈનું મોત નિપજ્યું હતુ. આ અંગે કિરણભાઈએ આઇશર ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...