• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Death Of A Hawker Who Was Hit By A Speeding Car Under Chanakyapuri Bridge; Complaint Against The Absconding Driver To The A Division Traffic Police

દુર્ઘટના:ચાણક્યપુરી બ્રિજ નીચે પૂરઝડપે કારે ટક્કર મારતાં ફેરિયાનું મોત; ફરાર ચાલક વિરુદ્ધ એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઘર પાસે ફ્રૂટની લારી ભરી રહ્યા હતા ત્યારે કારે અડફેટે લીધા

ચાણકયપુરી બ્રિજ નીચે રવિવારે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે કાર લઈને નીકળેલા નબીરાએ ફ્રૂટલારી ધારક ફેરીયાને કચડી માર્યો હતો. જો કે અકસ્માત થતા લોકો ભેગા થઇ જતા કાર ચાલક કાર લઈને ભાગી ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે નાસી છુટેલા કાર ચાલક વિરુધ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાણકયાપુરી બ્રિજની નીચે નંદેશ્વરી ફલેટની બાજુમાં આવેલી નાગજીભાઈ દેસાઈની ચાલીમાં રહેતા રોહિતભાઈ ભરતભાઈ પટણી માતા - પિતા સહિત પરિવારના સભ્યો સાથે રહે છે. રોહિતભાઈ અને તેમના પિતા ભરતભાઈ રામચંદભાઈ પટણી બંને ફ્રૂટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે પોણા નવ વાગ્યે રોહિતભાઈ અને પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, ત્યારે ભરતભાઈ ઘર નજીક ફ્રૂટની લારી ભરતા હતા. આ સમયે જોરથી કંઈક અથડાવવાનો અવાજ આવતા રોહિતભાઈ અને પરિવારના સભ્યો દોડીને બહાર આવ્યા હતા. બહાર આવીને તેમણે જોયું તો એક કાળા રંગની કારનો ચાલક ભરતભાઈને લારી સાથે ઉડાવીને અકસ્માત કરીને પૂરઝડપેે ફાટક તરફ નાસી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં ભરતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડયા હતા. અકસ્માતને કારણે આજુબાજુના પડોશીઓ અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. 108 બોલાવતા ભરતભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સવારે 11 વાગ્યે ભરતભાઈનું મોત નિપજ્યુું હતું. આ અંગે રોહિતભાઈએ નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવીના આધારે કાર ચાલકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...