• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Deadline For Filling Up The Form In The Board Examination In Standard 10 Has Been Fixed Till 26th December. Late Fee Will Be Charged From 27th December.

સમય લંબાવાયો:ધોરણ 10 અને 12 કોમર્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 26 ડિસેમ્બર સુધી લંબાવાઈ, 27 ડિસેમ્બરથી લેટ ફી લેવામાં આવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા 21 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી

ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ધોરણ 10 અને 12 કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ડીસેમ્બર હતી. જેની હવે મુદત વધારવામાં આવી છે અને ફોર્મ ભરવાની તારીખ 26 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી લેટ ફી લેવામાં આવશે.

ગુજરાત બોર્ડમાં ધોરણ 10ની બોર્ડનું ફોર્મ અને ફી ભરવાની તારીખ 21 ડિસેમ્બર સુધીની હતી. જે તારીખ હવે લંબાવવામાં આવી છે અને 26 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફોર્મ અને ફી ભરવાની મુદત રાખવામાં આવી છે. 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કો 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો હશે. જેમાં 250 રૂપિયા લેટ ફી, બીજો તબક્કો 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી જેમાં 300 રૂપિયા લેટ ફી અને ત્રીજો તબક્કો 11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રહેશે. જેમાં 350 લેટ ફી ભરવાની રહેશે.

પરીક્ષા માટે કુલ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ થતાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે 12 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જયારે આ વર્ષે હજુ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે.

પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ તૈયારી કરાશે
ગત વર્ષે કોરોનાના કેસોમાં મોટો વધારો થવાથી પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી લહેર શરૂ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કેસ કાબુમાં હોવાથી અગાઉની જેમ પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે લઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...