તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:‘ગુજકેટ’નાં ફોર્મ ભરવાની મુદત 14મી સુધી લંબાવાઈ, પરીક્ષા ફી વિદ્યાર્થીએ ઓનલાઈન ભરવાની રહેશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ 14મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ જીએસઈબીએ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન હતી.

શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક જે.જી.પંડ્યાએ બોર્ડની કહ્યું કે, કે,‘ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા એ,બી અને એબી ગ્રૂપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચના બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા ફી રૂ.300 ઓનલાઈન એસબીઆઈની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...