તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Deadline For Filing Various Returns Has Been Extended Due To Non functioning Of IT Portal, Various Associations Had Submitted For Extension.

રાહત:ITનું પોર્ટલ નહીં ચાલતા વિવિધ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધી, વિવિધ એસોસિયેશનોએ મુદત વધારવા રજૂઆત કરી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સીબીટીડીએ ઇન્કમટેકસની નવી વેબસાઇટ શરૂ ન થવાના કારણે ઘણાબધા ટ્રસ્ટોને ડીએસી ઓપ્શન ન આવવાથી અથવા 12એએની યોગ્ય વિગતો ના હોવાથી તેમજ ઘણા ટ્રસ્ટીના આધાર કાર્ડ સાથે લિન્ક ન હોવાથી ઓનલાઇન ટ્રસ્ટની રજિસ્ટ્રેશન કરી શકયા ન હોતા. આમ જરૂરી ઇન્કમટેક્સના ફોર્મ ઇન્કમટેક્સની વેબસાઇટ ઉપર ફાઇલ કરી શકયા ન હતા, જેને લઇને વિવિધ એસોસિએશન અને ગુજરાત ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

સીબીડીટીએ રજાના દિવસોમાં ઇન્કમટેક્સના વિવિધ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારી છે. ટ્રસ્ટો વિલ રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ 2021 સુધી અરજી કરી શકશે. વધારામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વાદ સે વિવાદ સ્કીમમાં 31 ઓગસ્ટ 2021 પહેલા ભરવાના થતાં ટેક્સનો હપતો, ઓનલાઇન ભરવા પાત્ર ફોર્મની મુદત 31 ઓકટોબર સુધી લંબાવી છે. જ્યારથી પોર્ટલ અમલમાં મૂકયું છે ત્યારથી પોર્ટલ પર કામગીરી ન થવાથી વારંવાર સીબીડીટીને ઇન્કમટેક્સ કમ્પલાઇનસ તારીખ વધારવાની ફરજ પડી રહી છે.

આ રિટર્ન-ફોર્મ ભરવાની મુદત વધી

રિટર્નજૂની તારીખનવી તારીખ

એકઝમ સર્ટિ, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન-રિન્યુઅલ

31 ઓગસ્ટ-2131 માર્ચ-22

ટ્રસ્ટના ડોનેશન એક્ઝમ્પશન

20 ફેબ્રુઆરી-2131 માર્ચ-22

ઈક્વેલાઈઝેશન લેવી સ્ટેટમેન્ટ

31 ઓગસ્ટ-2131 ડિસેમ્બર

NRIનું શેરબજારનું જૂનનું રિટર્ન

-31 ડિસેમ્બર

સિનિયર સિટીઝન-15 જી, 15-એચ ફોર્મ

-30 નવેમ્બર

સપ્ટેમ્બરના 15 જી અને 15-એચ ફોર્મ

-31 ડિસેમ્બર

પેન્શન ફંડના જૂનનું રિટર્ન

30 સપ્ટેમ્બર30 નવેમ્બર

NRI રેસિડેન્શન સ્ટેટ્સનું ડિકલરેશન

30 નવેમ્બર31 ડિસેમ્બર

વાદ સે વિવાદ સ્કીમનું સ્ટેટમેન્ટ

31 ઓગસ્ટ31 ઓક્ટોબર
અન્ય સમાચારો પણ છે...