તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ગુજરાતમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે 25 જુલાઈને બદલે 12 ઓગસ્ટે પરીક્ષા લેવાશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્પીપા ઇન્સ્ટીટ્યૂટનીતસવીર - Divya Bhaskar
સ્પીપા ઇન્સ્ટીટ્યૂટનીતસવીર
  • કોવિડ-19ની મહામારી અને અરજદારોના હિતને ધ્યાનમાં રાખી પરીક્ષા પાછળ કરાઈ
  • ઓનલાઇન ફોર્મ કે પ્રવેશ પરીક્ષા ફી ન ભરી શકનારા ઉમેદવારોને 25 જુલાઇ સુધીનો સમય અપાયો

સ્પીપાની પ્રવેશ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 25 જુલાઇએ યોજાનારી પરીક્ષા હવે 12 ઓગસ્ટે લેવામાં આવશે. હાલમાં અરજદારોને થઇ રહેલી સમસ્યાના કારણે આ પ્રવેશ પરીક્ષાને પાછી ખસેડવામાં આવી છે. કોરોના મહામારીને કારણે ઓનલાઇન ફોર્મ અને ફી ભરવામાં અરજદારોને મુશ્કેલી થઇ રહી હતી. પરીક્ષા તારીખ પાછળ ખસેડાતા 25 જુલાઇ સુધી અરજદાર પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ અને ફી ભરી શકશે.

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની પરીક્ષા
યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022 (IAS,IPS,IFS)ના પ્રશિક્ષણ વર્ગ 2021-22 શરૂ થઇ રહ્યા છે. જેની માટે પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા 25 જુલાઇએ લેવાનાર હતી. જેના બદલે હવે તે 12 ઓગસ્ટે લેવામાં આવશે.

સ્પીપા દ્વારા કરવામાં આવેલી જાહેરાત
સ્પીપા દ્વારા કરવામાં આવેલી જાહેરાત

કોરોનાની મહામારીમાં અરજદારોના હિતને ધ્યાનમાં રાખી તારીખ બદલાઈ
કોવિડ-19ની મહામારી અને અરજદારોના હિતને ધ્યાનમાં લઇ જે અરજદારો ઓનલાઇન ફોર્મ ભરી શક્યા નથી અથવા જે ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા ફી ભરવાની બાકી રહી ગઈ છે, તેવા ઉમેદવારો માટે 10 જુલાઇ (બપોરેના 2 કલાકથી) 25 જુલાઇ (રાતના 11.59 કલાક) સુધી https://ojas.gujarat.gov.in/ લિંક પુન: રી-ઓપન કરવામાં આવી છે.

5 ઓગસ્ટથી પ્રવેશ પત્ર અપાશે
12 ઓગસ્ટના રોજ યોજાનાર હેતુલક્ષી પરીક્ષા માટેના પ્રવેશ પત્ર 5 ઓગસ્ટ (બપોરના 2 કલાક)થી 12 ઓગસ્ટ (સવારના 10.30 કલાક) સુધી ઉમેદવારોએ મેળવી લેવાના રહેશે. વધુ વિગતો અને પરીક્ષાલક્ષી માહિતી માટે સ્પીપાની વેબસાઇટ અવાર નવાર જોતા રહેવા માટે કહેવાયું છે.