રાજ્ય સરકારની કબૂલાત:PSIની મુખ્ય પરીક્ષાની તારીખ હજી નક્કી નથી કરાઈ, 26મે ના રોજ પરીક્ષા યોજાશે તેવી ધારણા હાલ સાચી નથી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • PSIની ભરતી પ્રક્રિયાને લઇને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું

રાજ્યમાં PSIની ભરતી પ્રક્રિયાને લઇને રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં મોટું નિવેદન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે કબૂલાત કરી છે કે હજુ સુધી મુખ્ય પરીક્ષાની તારીખો હજી નક્કી નથી કરવામાં આવી. 26મી મેના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે તેવી અરજદારની ધારણા હાલ સાચી ન હોવાનું સરકાર વકીલે નિવેદન કર્યું છે.

મુખ્ય પરીક્ષા અને ફીઝીકલ પરીક્ષાને લઇ રાજ્ય સરકારનું નિવેદન
હાઈકોર્ટમાં PSI ભરતીને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય પરીક્ષાને લઇને રાજ્ય સરકાર તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે,પરીક્ષાઓની આયોજનને લઇને કોઇ તારીખ નક્કી કરવામાં આવી, તેવા સમયે અરજદારોની ધારણા યોગ્ય ન હોવાનું પણ કહેવામાં આવ્યું. આ મામલે અરજદારો તરફથી કોર્ટમાં રજુઆત કરાઈ છે કે, જો પરીક્ષાની તારીખો જાહેર ન થઇ હોય અને 26મીએ પરીક્ષા યોજવાની ન હોય તો આ મામલે વેકેશન બાદ સુનાવણી હાથ ધરવામાં આવે જેની સામે અરજદારોને વાંધો નથી.

પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ નથી કરાયો
આ મામલે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું છે કે, 'મેરીટ ક્રમાંકના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની અરજદારોની માંગને ધ્યાનમાં રાખીને 19 મે સુધીમાં જવાબ રજૂ કરવામાં આવશે. અરજદાર મારફતે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ નથી કરાયો. જેથી GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવા માટે દાદ માંગવામાં આવી છે.

એક્સ આર્મીમેનને અન્યાય અંગેની અરજી દાખલ કરાઈ
આ સિવાય ભરતીમાં એક્સ આર્મીમેનને અન્યાય અંગેની અરજી દાખલ કરવામાં આવી છે. ઉપરાંત જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઈ હોવાની અરજી કરવામાં આવી છે. 6 માર્ચ 2022 ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલી પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...