ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી:તારીખ સોમવારે જાહેર થાય તેવી શક્યતા; ચૂંટણી અધિકારી તરીકે હસમુખ હિંગુની નિમણૂક

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર
  • જૂનના છેલ્લા કે જુલાઈના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 9 મેએ યોજાનારી એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની મીટિંગમાં પ્રમુખ સહિતના હોદ્દા માટે ચૂંટણીની જાહેરાતનો નિર્ણય લેવાઈ શકે છે. આ માટે એમ્પવાર્ડ એપેક્સ કમિટીએ ચૂંટણી અધિકારી તરીકે હસમુખ હિંગુની નિમણૂક પણ કરી છે. જો કે, પ્રમુખ દોઢ મહિનો સત્તા પર રહેવા ચૂંટણી જુલાઈમાં યોજવા પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણી અધિકારીની હાજરીમાં જ પ્રમુખ હેમંત શાહ ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ ઉપરાંત ઇલેકશન બોર્ડની રચનાની જાહેરાત પણ થઈ શકે છે. ચૂંટણી અધિકારીએ ચેમ્બરને જૂનના છેલ્લા સપ્તાહ અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખ નક્કી કરવા કહ્યું છે. પ્રમુખને વધારે દોઢ મહિનાનો સમય મળી રહે તે માટે ચૂંટણીને જુલાઇના અંતમાં યોજાય તેવી જાહેરાત કરી શકે છે. જ્યારે બીજી તરફ ઇસી મેમ્બરમાં ચૂંટણી મોડી યોજાય તેને લઇને અસંતોષ જોવા મળ્યો છે. બધાનું કહેવું છે કે, જુલાઇ માસમાં ચૂંટણી રાખવામાં આવે તો વરસાદના કારણે સભ્યો વોટિંગ કરવા ન આવી શકે જેના કારણે વોટિંગ ઓછું થશે.

ગત ઇસી મિટિંગમાં પ્રમુખ દ્વારા ઉમેરવામાં આવેલા મુદ્દાઓને લઇને થયેલા હોબાળાના કારણે આ વખતની એજન્ડામાંથી તેને દૂર કરવામાં આવ્યા છે. આમ કોરોના બાદ હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેકશન ઓફ લાઇન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...