આખરે વેતન વધ્યું:પ્રવાસી શિક્ષકોના દૈનિક વેતનમાં 6 વર્ષ બાદ 210થી 360 રૂપિયા સુધીનો વધારો કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેતન વધારા માટે અનેક વખત શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી

પ્રવાસી શિક્ષકોની 2015માં ભરતી કરવામાં આવી હતી. આ ભરતી થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તમામ શિક્ષકોનું એક સમાન વેતન રાખવામાં આવ્યું હતું. જેથી પ્રવાસી શિક્ષકો અને સંચાલક મંડળે અનેક વખત સરકારને વેતન વધારવા રજૂઆત કરવામાં આવી હતી. અનેક રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા શિક્ષકોના દૈનિક વેતનમાં 210થી 360 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પ્રવાસી શિક્ષકોની 2015માં ભરતી કરાઈ હતી
પ્રવાસી શિક્ષકો પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમ માટે ભરતી કરવામાં આવી હતી.ભરતી થયાથી અત્યાર સુધી શિક્ષકોને એક સમાન જ વેતન જ આપવામાં આવ્યું હતું.6 વર્ષ સીધી એકસરખું વેતન હતું જેથી શાળા સંચાલક મંડળ દ્વારા આ મામલે અનેક વખત શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સરકારે વેતનમાં વધારો કર્યો છે. અગાઉ પ્રાથમિક માધ્યમાં શિક્ષકને દૈનિક 300 રૂપિયા વેતન હતું જે વધારીને 510 કરવામાં આવ્યા,માધ્યમિકના શિક્ષકોને 450 વેતન હતું જે વધારીને 810 કરવામાં આવ્યા અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું 540 વેતન હતું જે વધારીને 840 કરવામાં આવ્યું છે.આમ શિક્ષકોના દૈનિક વેતનમાં 210 થી 360 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

900 રૂપિયા પ્રતિ દિન વેતનની માંગણી કરી હતી
પ્રવાસી શિક્ષકોના વેતનમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી પાસે માંગણી કરી હતી. જેમાં પ્રાથમિકમાં શિક્ષકોને 300ની જગ્યાએ 450, માધ્યમિક શિક્ષકોને 450ની જગ્યાએ 600 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 540ની જગ્યાએ 900 રૂપિયા પ્રતિ દિન વેતન આપવામાં આવે. 6 વર્ષ અગાઉ પગરનો દર નક્કી કરવામાં આવ્યો હતો તે હજુ યથાવત જ છે પરંતુ મોંઘવારી વધી છે તે પ્રમાણે પગરનો દર વધવો જોઈએ તેવું શિક્ષકોનું કહેવું છે.