ઈન્ડિયાનો ક્રાઈમ રેટ:રાજ્યમાં મહિલા અને બાળકો સામેના ગુનાનો દર ઘટી 22 ટકા થયો, 36 રાજ્યમાં 32મુ સ્થાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • NCRBના નવા આંકડા મુજબ ઓલ ઈન્ડિયાનો ક્રાઈમ રેટ 64.5 ટકા નોંધાયો

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 2021ના ક્રાઈમ સંબંધી આંકડાઓમાં ગુજરાત સલામત રાજ્ય તરીકે ઉપસી આવ્યું છે. જેમાં ખાસ કરીને મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓનો ગુજરાતનો ક્રાઈમ રેટ 22.1 છે. જે ઓલ ઈન્ડિયા ક્રાઈમ રેટ 64.5 કરતાં ઘણો ઓછો છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં કુલ 36 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનંુ સ્થાન 32મા ક્રમાંકે છે.

ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો રેટ અન્ય રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જેવાં કે દિલ્હી 147.6, રાજસ્થાન 105.4, હરિયાણા 119.7, મધ્યપ્રદેશ 74.7, મહારાષ્ટ્ર 66, ઉત્તરપ્રદેશ 50.5, પંજાબ 39.2, બિહાર 30.2ની સરખામણીએ ઘણો ઓછો છે. આમ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વર્ષ 2021માં ગુજરાતના ક્રાઈમ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2017માં જે ક્રાઈમ રેટ 27 હતો તે વર્ષ 2021માં ઘટીને 22.1 થયો છે.

મિલ્કત સંબંધી ગુનામાં 27મા ક્રમાંકે
મિલ્કત સબંધી ગુનાઓ જેવા કે ચોરી ઘરફોડ લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતનો રેટ 21.7 છે. જે ઓલ ઈન્ડિયાના રેટ 55.8 કરતાં ઘણો ઓછો છે.આ ગુનાના ક્રાઈમ રેટમાં દિલ્હી 892.3 , હરિયાણા 129.9, મહારાષ્ટ્ર 72.5, રાજસ્થાન 56.1, મધ્યપ્રદેશ 50, પંજાબ 46 અને ઉત્તરપ્રદેશ 26.2 ની સરખામણીએ ઘણો ઓછો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ 2017માં જે રેટ 35.5 હતો તે ઘટીને વર્ષ 2021 માં ઘટીને 21.7 થયો છે.

અન્ય સમાચારો પણ છે...