અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:ક્રાઈમ બ્રાન્ચે સિંગલ બેરલ 12 બોરના દેશી બનાવટના તમંચા અને 12 કાર્તિઝ સાથે એકને ઝડપ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક દેશી બનાવટના તમંચા અને 12 જીવતા કાર્તિઝ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.જી.સોલંકી અને તેમની ટીમે બાતમીના આધારે દાણીલીમડા ચંડોળા પેટ્રોલ પંપ પાસેથી સિંગલ બેરલ 12 બોરનો દેશી બનાવટનો તમંચો અને 12 જીવતા કાર્તિઝ સાથે એક આરોપી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં મુજીબ અંસારી (ઉ.વ.34, રહે,હાલ દાણીલીમડા, મૂળ વતન, ઉત્તરપ્રદેશ)હોવાનું ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું.

બીજીબાજુ હથિયાર અને કાર્તિઝ કોની પાસેથી અને કયા હેતુથી તેમજ હથિયારનો ઉપયોગ ક્યાં ક્યાં કરેલો છે. સાથે જ અગાઉ કોઈ ગુનાઓ આચાર્યા છે કે કેમ તે મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનું તરકટ રચી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી

શેલા ગામમાં રહેતા અને જ્યોતિષીનું કામ કરતા મનીષભાઈ પંડ્યા ગઈ કાલે સાંજે ચારેક વાગ્યાની આસપાસ નવરંગપુરા આશ્રમ રોડ ખાતે આવેલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 4,99,000 ઉપાડ્યા હતા. જે રૂપિયા કાપડની બેગમાં રાખીને તેમની કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં મૂકી તેઓ ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન નવરંગપુરા મીઠાખળી અંડર બ્રિજ બહાર નીકળતા તેઓની ગાડી પાછળથી એક બાઈક ચાલક આવ્યો હતો. જેણે ફરિયાદીની ગાડી આગળ આવીને ગાડી બાજુમાં ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો.જેથી ફરિયાદીએ ગાડી રસ્તાની બાજુમાં ઊભી રાખી હતી. જ્યારે આ બાઈક ચાલક ગાડીની ડાબી બાજુએ આગળના ભાગે આવીને ઇશારા કરતો હતો. જેથી ફરિયાદીએ ગાડીનો કાચ અડધો ખોલી ને તેને જમણી બાજુ આવવા માટે જણાવ્યું હતું. જો કે બાઈક ચાલક ત્યાં આવતા ફરિયાદીએ તેને હેલ્મેટ કાઢી ને વાત કરવાનું કહ્યું હતું. આ દરમિયાન ગાડીની પાછળથી એક મોટર સાયકલ પર બે ઇસમો આવ્યા હતા. અને ગાડીની સીટમાં મુકેલ રૂપિયા ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ફરિયાદીએ તેઓનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરિયાદીએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...