અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ-તમંચા અને 41 કારતુસ સાથે ત્રણની ધરપકડ કરી, મુંબઈથી ડ્રગ્સ પેડલરની ધરપકડ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પિસ્તોલ-તમંચા અને 41 કારતુસ સાથે ત્રણની ધરપકડ - Divya Bhaskar
પિસ્તોલ-તમંચા અને 41 કારતુસ સાથે ત્રણની ધરપકડ

ચૂંટણીને લઈને શહેરમાં ઠેર ઠેર પોલીસ ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને અલગ-અલગ જગ્યાએથી પિસ્તોલ-તમંચા અને 41 કારતુસ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ શા માટે હથિયાર લાવ્યા હતા તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

1 પિસ્તોલ, દેશી તમંચો અને 39 કારતુસ જપ્ત
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બહેરામપુરા પાસેથી સોએબ હિંગોરા અને ફિરોઝ શેઠાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1 પિસ્તોલ, દેશી તમંચો અને 7.65ના 19 કારતુસ તથા 8 mmના 20 કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. હથિયાર દસ બાર દિવસ અગાઉ મધ્યપ્રદેશના ભીડ ખાતેથી 94,000 રૂપિયામાં લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે એક તમંચો અને 2 કારતુસ જપ્તે કર્યા
નારોલ પાસેથી પણ ક્રાઈમ બ્રાન્ચે પ્રીતમસિંગ યાદવ નામના આરોપીઓએ ઝડપીને એક તમંચો અને 2 કારતુસ જપ્તે કર્યા છે. આરોપી અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચે 2 અલગ અલગ ગુના નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. હથિયાર શા માટે લાવ્યા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પાડોશી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે તેના પડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચાર્યુ છે. યુવક સગીરાને અલગ-અલગ જગ્યાએ ફરવા લઈ જતો અને ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાને જાણ થતાં તે સગીરા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી છે.

500 ગ્રામ સોના સાથે બે આરોપીઓ ઝડપાયા
દુબઇથી અમદાવાદ સોનું લાવીને અમદવાદ એરપોર્ટ પર એરપોર્ટ કર્મચારીની મદદથી કસ્ટમ ડ્યુટી ભર્યા વિના સોનું બહાર લાવીને બજારમાં વેચાણ કરતા એરપોર્ટ કર્મચારી સહિત અન્ય એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ સોનું પણ જપ્ત કર્યું છે.

SOGએ મુંબઈથી ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો
ડ્રગ્સ માટે અમદાવાદ પોલીસ દ્વારા સતત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 57 ગ્રામ ડ્રગ્સ પકડયું હતું. પકડાયેલ ડ્રગ્સ મામલે મુંબઈના પેડલરનું નામ ખુલ્યું હતું. SOGની ટીમે મુંબઈથી ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. હાલ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને SOGએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...