તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિને 20 ટકા વ્યાજે ઉછીના લીધેલા 2 લાખની સામે 5 લાખ ચૂકવી દીધા હોવા છતાં લેણદારે પૈસાની ઉઘરાણી ચાલુ જ રાખી હતી. પૈસા માટે થલતેજથી યુવકનું અપહરણ કરીને વૈષ્ણોદેવી લઈ ગયા બાદ યુવકને સંબંધી સાથે વાત કરાવીને છોડ્યો હતો.
થલતેજના કોપર સ્ટોન ફ્લેટમાં રહેતા શ્રીકાંતે સતાધાર પાસે જય ટાવરમાં રહેતા મિત્ર હેમિલ પટેલ પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા, જેનું શ્રીકાંત માસિક 20 ટકા વ્યાજ ચૂકવતો હતો. જોકે તેની સામે શ્રીકાંતે હેમિલને 4થી 5 લાખ ચૂકવી દીધા હતા છતાં હેમિલના પિતા મનીષભાઈ શ્રીકાંત પાસે સાડા બાર લાખ રૂપિયા માગતા હતા. દરમિયાનમાં મંગળવારે રાતે શ્રીકાંત એક્ટિવા લઈ કેમ્બે હોટેલ પાસેથી જતો હતો ત્યારે મનીષભાઈએ દીકરા હેમિલ અને તેના મિત્ર ધ્રુવલને ફોન કરીને બોલાવતાં બંને ગાડી લઈને આવ્યા હતા અને શ્રીકાંતને ગાડીમાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ લઈ ગયા હતા. ત્યાં મનીષભાઈએ કોઈની સાથે ફોન પર વાત કરીને કહ્યું કે, શ્રીકાંત પૈસા આપતો નથી. સામેના માણસે શ્રીકાંતને કહ્યું કે, તું લવ બારોટને ઓળખે છે? શ્રીકાંતે કહ્યું કે, તે મારો કૌટુંબિક ભાઈ છે, તેમ કહેતા સામે વાળાએ લવ સાથે વાત કર્યા બાદ શ્રીકાંતને જવા દેવાનું કહેતા મનીષભાઈએ શ્રીકાંતને સોલા ભાગવત પાસે ઉતારી દીધો હતો.
ત્યાંથી શ્રીકાંતે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવતાં આધારે પોલીસે મનીષભાઈની ધરપકડ કરી હતી. જ્યારે શ્રીકાંત સોલા પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે તે દારૂ પીધેલો હોવાથી તેની પણ ધરપકડ કરી હોવાનું સોલા પીઆઈ જે.પી.જાડેજાએજણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.