• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Craze For Hair skin Treatment Before Diwali Grew Among The Youth Of The City; Increasing Waiting For Hair Treatment At The Festival With Tanning And Facials After Navratri

સલૂનમાં અઠવાડિયાથી વધારેનું વેઇટિંગ:શહેરના યુવાનોમાં દિવાળી પહેલા હેર-સ્કિન ટ્રીટમેન્ટનો ક્રેઝ વધ્યો; નવરાત્રિ બાદ ટેનિંગ અને ફેશિયલ સાથે ફેસ્ટિવલમાં હેર ટ્રીટમેન્ટ વધતા વેઇટિંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સલૂનમાં મોટા પ્રમાણમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સિટી ભાસ્કરે શહેરના જાણીતા સલૂન ઓનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે સ્કિન અને હેર ટ્રીટમેન્ટ માટે 4-5 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે આ સર્વિસ માટે એકથી બે કલાકનો સમય ફાળવતા લોકો અપોઇન્ટમેન્ટ બાદ પણ 4 કલાકથી વધુનો સમય સલૂનમાં વિતાવતા જોવા મળી રહ્યા છે. જેના કારણે સલૂનના વર્કિંગ અવર્સમાં પણ વધારો થયો છે સવારના 10 વાગ્યાથી લઇને રાત્રિના 11 વાગ્યા સુધી સલૂનમાં લોકો સર્વિસ કરાવી રહ્યા છે.

હેર કલર કરાવતા લોકોમાં 70 ટકાનો વધારો

  • હેર કલર માટે 5 કલાક સુધી સલૂનમાં ટાઇમ સ્પેન્ડ કરે છે.
  • એડવાન્સ પેમેન્ટ કરી 1 વીક બાદની એપોઈન્ટમેન્ટ લઈ રહ્યાં છે.
  • હેર કલર કરાવતા લોકોમાં 70%નો વઘારો થયો છે.
  • ફેસ્ટિવ સિઝનની સાથે અત્યારથી વેડિંગ સિઝનનું પણ બુકિંગ કરાવી રહ્યાં છે
  • ફેશિયલ, ટેન રિમૂવલ, હેર સ્મૂધનિંગ, કેરેટીન ઈન ટ્રેન્ડ

કેરેટીન અને ફેશિયલ માટે એક વીકના બધા જ બુકિંગ ફુલ છે
પોસ્ટ નવરાત્રિ યંગસ્ટર્સ ટેનિંગ અને ફેસ ટ્રીટમેન્ટની સાથે હેર ટ્રીટમેન્ટ કરાવે છે. હાલમાં બેઈલાજ હેર કલર ટ્રેન્ડમાં છે. 70 ટકા કસ્ટમર હેર કલર કરાવે છે. કેરેટીન, અને ફેશિયલ માટે એક અઠવાડિયાથી વધારેનું બુકિંગ ફુલ છે. - ચિત્તલ આચાર્ય, એજ સલૂન

લોકો અડધું પેમેન્ટ આપીને એડવાન્સ બુકિંગ કરાવે છે
હેર અને સ્કિન ટ્રીટમેન્ટ માટે મિનિમમ 10 હજારનું બજેટ બનાવીને કસ્ટમર્સ આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં 100થી વધારે કસ્ટમર્સે કેરેટીન અને ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવી છે અને આગામી અઠવાડિયા માટે 20થી વધારે કસ્ટમર્સે અડધું પેમેન્ટ આપીને એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. - રિયા શર્મા, જાવેદ હબીબ સલૂન

હેર સ્પા અને કલરની માગ વધારે છે, 10 દિવસનું વેઇટિંગ ચાલે છે
હાલ એક અઠવાડિયાથી 10 દિવસ સુધીનું વેઈટિંગ ચાલી રહ્યંુ છે. જેમાં મોટાભાગનાં લોકો હેર સ્પા અને હેર કલર વધારે કરાવી રહ્યા છે. રૂટિનની સાથે સાથે લોકો સ્કિન ટ્રીટમેન્ટમાં ટેન રિમૂવ ટ્રીટમેન્ટ પણ વઘુ કરાવી રહ્યા છે. - નિક અખ્તર, નિક્સ હેર સલૂન

અન્ય સમાચારો પણ છે...