તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની કડક કાર્યવાહી:વિધવા સહાયના નામે મહિલાઓનું શોષણ કરનારાને કોર્ટે કહ્યું, તારી સજા તો વધવી જોઈએ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાસા રદ કરવાની અરજી અંગે હાઇકોર્ટની ટકોર

વિધવા સહાય અપાવવાની લાલચ આપીને નિ:સહાય મહિલાઓનું શોષણ કરતા શખ્સે હાઇકોર્ટમાં પાસા રદ કરવા અરજી કરી હતી. આ કેસની હકીકત તપાસતા કોર્ટે ટકોર કરી હતી કે, પ્રથમદર્શનીય રીતે આ વ્યકિતને થયેલી સજા ઘણી ઓછી છે. તેણે કરેલા ગુના પ્રમાણે કાયદામાં બીજી કોઇ જોગવાઇ હોય તો તેને વધુ સજા થવી જોઇએ. કોર્ટનું આકરું વલણ જોતા અરજદારે પાસા રદ કરવાની અરજી પરત ખેંચવા રજૂઆત કરી હતી. કોર્ટે અરજી પરત ખેંચવાનો ઇન્કાર કરીને વધુ સુનાવણી 3 સપ્ટેમ્બર પર રાખી છે.

અમદાવાદ કલેકટર કચેરીએ વિધવા સહાયની કચેરીમાં આવતા વિધવા અરજદાર મહિલાઓને એજન્ટ તરીકેની ઓળખાણ આપીને મોહન પટેલ નામનો શખ્સ તેમના કામ કરી આપવાની લાલચ આપતો હતો. નિરક્ષર મહિલાઓેને તેની જાણ ન હોવાથી આર્થિક લાભની આશાએ મોહન તેમને જયા બોલાવતો ત્યાં જતી અને અશોભનીય વર્તણૂક કરતો હતો. ઘણી મહિલાઓએ કચેરીમાં જાણ કરતા પોલીસે મોહનની ધરપકડ કરીને પાસા સહિતના ગુના નોંધવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...