હુમલો:કાર ઓવરટેક કરવા મુદ્દે ઝઘડો થતા યુવકે દંપતીની ધોલાઈ કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ મોલના પાર્કિંગની ઘટના

વસ્ત્રાપુરના અમદાવાદ મોલના પાર્કિંગમાંથી ઓવરટેક કરી ગાડી બહાર કાઢવા બાબતે યુવકેે કારમાં સવાર દંપતી સાથે ઝઘડો કર્યો હતો અને દંપતી પૈકી પતિને લાફા માર્યા હતા, તેમ જ પત્ની સાથે ધક્કામુક્કી કરી પથ્થર મારી ગાડીનો આગળનો કાચ તોડ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ચાંદલોડિયામાં રહેતા હાર્દિક પટેલ ગુરુવારે પત્ની હિરલ સાથે અમદાવાદ મોલ ગયા હતા, જ્યાં ખરીદી બાદ હાર્દિક અને હિરલ પાર્કિંગમાંથી કાર બહાર કાઢી એક્ઝિટ ગેટે જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવેલી કારના ચાલક યુવકેે તેમની ગાડીને ઓવરટેક કરી આગળ ગાડી ઊભી રાખી હતી. ઉપરાંત યુવક બેરિકેડ ખસેડી તેની કાર આગળ લઈ ગયો હતો, જેથી એક્ઝિટ ગેટ આગળ તે યુવક અને હાર્દિક વચ્ચે બોલાચાલી થતાં યુવકે ગાળો બોલી હાર્દિકને લાફા મારી દીધા હતા અને હિરલબેનને ધક્કો મારી પાડી દીધાં હતાં. બાદમાં તેમની કારનો કાચ પથ્થર મારી તોડી કાઢ્યો હતો. આ અંગે હાર્દિકે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...