તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NRI સાવધાન:સગાઈ કરવા માટે કેનેડાથી અમદાવાદ આવેલું યુગલ દારૂ પીતાં પકડાયું, 6 મહિના માટે પાસપોર્ટ પરત લેવાનો નિર્દેશ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દારૂનો એક કેસ થવાને કારણે તેમના માટે કેનેડા પરત ફરવું પણ મુશ્કેલ બની ગયું હતું
 • કોર્ટે 25 હજારના જામીન પર યુગલનો પાસપોર્ટ 6 મહિના માટે પરત કરવા આદેશ કર્યો
 • વોટર પાર્કમાં મહેફિલ માણતા ચાંગોદર પોલીસે ઝડપ્યાં હતાં

દારૂના કેસમાં પકડાયેલા કેનેડાના યુગલને 6 મહિના માટે પાસપોર્ટ પરત કરવા એડિશનલ જિલ્લા સેશન્સ જજ જે.એ. ઠક્કરે આદેશ કર્યો છે. કોર્ટે 6 મહિના માટે ભારત દેશની હદ છોડવા યુગલને નાઝર વિભાગમાં ડિપોઝિટ પેટે રૂ. 25 હજાર જમા કરવા અને વિદેશથી પરત આવે ત્યારે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો. કેનેડાના વાનકુવરમાં રહેતાં પૂજા શુક્લા અને રોહન જાની સગાઈ કરવા ઓક્ટોબરમાં અમદાવાદ આવ્યાં હતાં. 30 ઓક્ટોબરે એક વોટર પાર્કમાં બંને તેમના મિત્રો દારૂ મહેફિલ માણતા હતા ત્યારે ચાંગોદર પોલીસે ઝડપ્યા હતાં.

ડિસેમ્બરમાં કેનેડા પરત જવું જરૂરી
એનઆરઆઈ પૂજા અને રોહને એડ્વોકેટ ચેતન શાહ દ્વારા કોર્ટમાં અરજી કરી હતી, જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, પૂજા અને રોહન કેનેડાના પીઆર ધરાવે છે. પૂજા કેનેડામાં ડેન્ટિસ્ટ છે. અને પ્રેક્ટિસ કરવા માટે 6 ફેબ્રુઆરીએ પરીક્ષા છે. આથી ડિસેમ્બર મહિનામાં કેનેડા જવું જરૂરી છે. એમની જિંદગી અંધકારમય ના બંને માટે પાસપોર્ટ પરત આપવા જોઈએ.

30 ઓક્ટોબરે પોલીસે યુગલને અન્ય લોકો સાથે પાર્ટી કરતાં ઝડપ્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, બે મહિના પહેલાં અમદાવાદ આવેલાં પૂજા શુક્લા અને રોહન જાની કેનેડાના PR વિઝા ધરાવે છે. 30 ઓક્ટોબરના રોજ તેઓ એક વોટરપાર્કમાં પોતાના અંગત મિત્રો સાથે પાર્ટી કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંગોદર પોલીસને પાર્ટીની જાણ થતાં તેમને ઝડપી લેવાયાં હતાં. રોહને આમ તો પરમિટેડ શોપમાંથી બિયરના કેન લીધાં હતાં, પરંતુ તેમની સાથે પાર્ટી કરી રહેલા અન્ય લોકો પાસે પરમિટ ના હોવાને કારણે રોહન પર પણ કેસ નોંધાયો હતો. આ કેસમાં તમામ લોકોને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જામીન મળી ગયા હતા, પરંતુ કોર્ટે આ યુગલને તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને કારણે કેનેડાનું આ ગુજરાતી યુગલ મુસીબતમાં મુકાઈ ગયું હતું.

અમદાવાદમાં માત્ર સગાઈ કરવા માટે જ આવ્યાં
કોર્ટના આદેશ બાદ યુગલે ફરી કોર્ટમાં અરજી કરતાં કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ભૂલથી અહીંનું સ્થાનિક એડ્રેસ આપી દીધું છે. તેઓ ખરેખર તો કેનેડાના PR ધરાવે છે. જ્યારે અમદાવાદમાં માત્ર સગાઈ કરવા માટે જ આવ્યાં છે. એ ઉપરાંત તેમણે કોર્ટને એવું પણ જણાવ્યું હતું કે જો તેમને તેમના પાસપોર્ટ પરત નહીં કરાય તો તેમના માટે કેનેડા પરત ફરવું અશક્ય થઈ જશે, જેની ગંભીર અસર તેમની કરિયર પર થશે.

કોર્ટે 25 હજારના જામીન પર પાસપોર્ટ પરત કરવા આદેશ કર્યો
કેનેડાથી આવેલા રોહન જાનીએ કોર્ટને જણાવ્યું હતું કે તેને કેનેડામાં પોતાના કામકાજના સ્થળે 7મી ડિસેમ્બર સુધીમાં હાજર થવું ફરજિયાત છે, જ્યારે પૂજા શુક્લાએ કોર્ટને કહ્યું હતું કે તેને ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવા માટે 6 ફેબ્રુઆરીએ એક્ઝામ આપવાની છે, જેથી તેના માટે તેનું ડિસેમ્બરમાં કેનેડા પરત જવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ ડિસેમ્બરમાં કેનેડા ના પહોંચ્યાં તો તેમની કારકિર્દી પર તેની ગંભીર અસર થઈ શકે છે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં 25 હજાર રૂપિયાના જામીન પર બંનેના પાસપોર્ટ છ મહિના માટે પરત કરવા માટે આદેશ કર્યો હતો. હવે બંને જણને ફરીવાર અમદાવાદ આવવું પડશે તેમજ ફરીવાર પાસપોર્ટ પણ જમા કરાવવા પડશે. આ સમયગાળા દરમિયાન તેઓ જ્યારે કેનેડામાં હોય ત્યારે તેમના વકીલોએ આ કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજર રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો