તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિડર નાગરિકો:90 વટાવી ચૂકેલાં દંપતીએ રસી મુકાવી કહ્યું, લોકો ડરે નહીં તે માટે જ અમે આ ઉંમરે રસી મુકાવવા આવ્યાં છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્નીનું આધાર કાર્ડ ઘરે રહી જતાં પતિએ કહ્યું, લઇ આવીએ, રસી તો સાથે જ લઇશું

કોવિડ-19ને લઈને વેક્સિનેસનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે તેમાં કેટલાંક લોકોને વેક્સિન બાદ નુકસાન થવાનો ડર લાગી રહ્યો છે. કેટલાંક વરિષ્ઠ નાગરિક સામે ચાલીને રસી મૂકાવવા જતા નથી. જોકે શહેરના 90 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ અમદાવાદની આર્ના હોસ્પિટલમાં કોવિડની રસી મૂકાવીને શહેરીજનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. જેમણે સિટી ભાસ્કર સાથે વાત કરી કહ્યુ હતું કે કોઇએ પણ ડર રાખવો જોઇએ નહીં. લોકો ડરે નહીં અને ઉદાહરણ પુરું પડે તે માટે જ અમે રસી મુકાવી છે.

 • રસી મૂક્તા પહેલાં દંપતી ડરતું ન હતું. રસી મુકાઈ જાય પછી દરેક દર્દીને 45 મિનિટ બેસાડવામાં આવે છે જ્યારે દંપતીની ઉંમર વધુ હોવાને કારણે તેમને બે કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલનાં નર્સિંગ વિભાગમાંથી એક કર્મચારીને તેમનાં ઘરે મુકવા માટે પણ મોકલવામાં આવ્યો હતો.

અમારાં સંતાનો વિદેશમાં રહે છે
અમારાં સંતાનો વિદેશમાં રહે છે અને કેર ટેકર ધ્યાન રાખે છે. જ્યારે રસી મુકાવવા ગયા ત્યારે મંજુલાબેનનું આધારકાર્ડ ભૂલી ગયા હતા. તે સમયે હોસ્પિટલ સ્ટાફે કહ્યું કે દાદા તમે તો રસી મુકાવી દો. અમે સાથે વેક્સિન લેવાનો નિર્ણય કર્યો હતો માટે ફરી બીજા દિવસે ગયા હતા. -હરિદાસ અને મંજુલા ગણાત્રા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો