ભાસ્કર ઓરિજિનલ:દેશમાં હવે ક્રિપ્ટો લહેર; કોરોનાકાળમાં રોકાણ 7 હજાર કરોડથી વધીને 50 હજાર કરોડ થયું

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વિશ્વભરમાં 1 સપ્તાહમાં ક્રિપ્ટો ફંડસ સહિતની એસેટ્સમાં 11000 કરોડનું રોકાણ
 • ડિજિટલ કરન્સી - ક્રિપ્ટોને એસેટ માનવાનો RBIનો ઇનકાર, SEBI સાથે મળીને નવા નિયમ રજૂ કરશે
 • ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીમાં 2030 સુધીમાં 8 લાખને રોજગારી મળશે
 • ક્રિપ્ટો કરન્સીમાં 2030 સુધીમાં દુનિયાભરનું રોકાણ 1.16 લાખ કરોડ રૂપિયા થઈ જવાનો અંદાજ

ક્રિપ્ટો કરન્સીના રોકાણ અને એના બજારને લઈ ભારતમાં ભલે અનિશ્ચિતતાનો માહોલ હોય, પરંતુ ક્રિપ્ટોમાં રોકાણ કરનારા અને કરવાની ઈચ્છા રાખનારા લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. દેશમાં કોરોના મહામારીની શરૂઆત થઈ એ સમયે એપ્રિલ-2020માં 923 મિલિયન ડૉલરનું (અંદાજિત 7 હજાર કરોડ રૂપિયા) રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં થયું હતું. 13 મહિનાના સમયગાળામાં, એટલે કે મે-2021ની સ્થિતિએ રોકાણ વધીને 6.6 બિલિયન ડૉલર (અંદાજિત 50 હજાર કરોડ રૂપિયા) થઈ ગયું. 2030 સુધીમાં રોકાણ 15.6 બિલિયન ડૉલર (અંદાજિત 1.16 લાખ કરોડ રૂપિયા) થવાનું અનુમાન છે.

બીજી તરફ, અમેરિકામાં ક્રિપ્ટો કરન્સી ફ્યુચરમાં ઇટીએફ શરૂ થયા બાદ ક્રિપ્ટો ફંડ્સ અને બીજી એસેટ્સમાં ગત સપ્તાહે 1.5 બિલિયન ડૉલર (અંદાજિત 11 હજાર કરોડ રૂપિયા)નું જોરદાર રોકાણ થયું છે. ડિજિટલ અસેટ મેનેજમેન્ટ ફર્મ ‘કોઇનશેર વિકલી’ મુજબ અમેરિકન માર્કેટ રેગ્યુલેટર યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તરફથી બિટકોઇન ઇટીએફને મંજૂરી મળ્યા બાદ ગત સપ્તાહે ક્રિપ્ટો કરન્સીમાં જેટલું રોકાણ થયું તેમાં 99 ટકા હિસ્સેદારી માત્ર બિટકોઇનની હતી. બિટકોઇનમાં રોકાણ 1.45 બિલિયન ડૉલર (અંદાજિત 10 હજાર કરોડ રૂપિયા)નું થયું.

આ પહેલાં બિટકોઇનમાં સાપ્તાહિક રોકાણનો રેકોર્ડ આ વર્ષની ફેબ્રુઆરીમાં નોંધાયો હતો, જ્યારે એમાં 640 મિલિયન ડૉલરનું (અંદાજિત 4800 કરોડ રૂપિયા) રેકોર્ડ રોકાણ થયું હતું. આ વર્ષે અત્યારસુધીમાં એમાં 8 બિલિયન ડૉલર (અંદાજિત 60 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ થઈ ચૂક્યું છે. ગયા વર્ષે આ રોકાણ 7.6 બિલિયન ડૉલર (અંદાજિત 57 હજાર કરોડ રૂપિયા)નું હતું.

‘ભારતમાં ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી’ ટાઇટલથી પ્રકાશિત નાસકૉમના રિપોર્ટ મુજબ, 60 ટકાથી વધુ રાજ્ય ક્રિપ્ટોટેક અપનાવનારના રૂપમાં ઊભરી રહ્યાં છે. ક્રિપ્ટોટેક સેક્ટરમાં 230થી વધુ સ્ટાર્ટઅપ પહેલાંથી જ કામ કરી રહ્યાં છે. ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી 2030 સુધીમાં 8 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું અનુમાન છે. એન્યુઅલ પ્રોલિફરેશન ઇન્ડેક્સ મુજબ, દેશમાં ક્રિપ્ટો યુઝરની સંખ્યા 10 કરોડથી વધુ છે અને આ આંક વિશ્વના બીજા કોઈપણ દેશ કરતાં વધારે છે.

બચ્ચન, રણવીર, સલમાન ક્રિપ્ટોનું કરશે પ્રમોશન
અમિતાભ બચ્ચન કોઇન ડીસીએક્સના બ્રાન્ડ-એમ્બેસેડર બન્યા હોવાના અહેવાલ છે તો રણવીર સિંહ કોઇન સ્વિચનો પ્રચાર કરી રહ્યો છે. સલમાન ખાને પણ ગારી નામનું એક ક્રિપ્ટો કોઇન લૉન્ચ કર્યું છે.

ક્રિપ્ટો કરન્સી શું છે?
ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ નાણું છે, જેનું મૂલ્ય તો હોય છે, પરંતુ એને ન તો જોઈ શકાય છે ન તો સ્પર્શી શકાય છે. એ માત્ર ડિજિટલ સ્વરૂપે હોય છે, જેનાથી ઓનલાઇન જ લેવડ-દેવડ કરવામાં આવે છે. જેમ દેશની સરકારો નિશ્ચિત મૂલ્યને બદલે ચલણી નાણું જાહેર કરે છે એવું આ ચલણી નાણું નથી. ડિજિટલ કરન્સી ઇનક્રિપ્ટેડ એટલે કે કોડેડ હોય છે.

રિઝર્વ બેન્ક ક્રિપ્ટોને એસેટ માનવા તૈયાર નથી, સેબી કોમોડિટી નથી માનતી

 • ભારતમાં ક્રિપ્ટો કરન્સી કાયદાકીય રીતે માન્યતાપ્રાપ્ત નથી, પરંતુ એ ગેરકાયદે પણ નથી, પરંતુ એમાં નાણાં રોકનારા લોકોનાં હિતોનું ધ્યાન રાખવા માટે કેન્દ્ર સરકાર ફ્રેમ વર્ક તૈયાર કરી રહી છે. ક્રિપ્ટો કરન્સી પર કોઈ રેગ્યુલેટર નથી અને કોઈ ક્રિપ્ટો કરન્સીને કન્ટ્રોલ નથી કરતું, એટલે કે બાકી કોઈ ચલણી નાણાંની જેમ કોઈ સરકાર એને સંચાલિત નથી કરતી.
 • મીડિયા અહેવાલો મુજબ, ક્રિપ્ટો કરન્સીની પરિભાષા પર આરબીઆઇ, સેબીમાં સહમતી નથી સધાઈ. ક્રિપ્ટો કરન્સીને આરબીઆર એસેટ માનવા તૈયાર નથી. બીજી તરફ, સેબી પણ એને કોમોડિટી નથી માનતી.
 • મૂળ સરકાર ઈચ્છે છે કે ક્રિપ્ટો કરન્સીમાં નાણાં રોકનાર માટે રેગ્યુલેશન ઘડવામાં આવે, એથી ફ્રેમવર્ક પર કામ ચાલી રહ્યું છે. ચર્ચા છે કે આરબીઆઇ અને સેબી મળીને ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા નિયમ તૈયાર કરી રહ્યા છે અને બંને જ ક્રિપ્ટોને રેગ્યુલેટ કરશે.

ભારતમાં પ્રચલિત ક્રિપ્ટો કરન્સી

ભારતમાં પ્રચલિત ક્રિપ્ટો કરન્સીમાર્કેટ કેપ
બિટકોઇન (BTC)87.6 ટ્રિલિયન
ઇથેરિયમ (ETH)36.8 ટ્રિલિયન
કારડાનો (ADA)5.4 ટ્રિલિયન
ટેધર (USDT)5.2 ટ્રિલિયન
રિપલ (XRP)3.9 ટ્રિલિયન
પોલ્કાડોટ (DOT)3.2 ટ્રિલિયન

ડૉજકોઇન (DOGE)

2.6 ટ્રિલિયન

યુએસડી કોઇન (USDC)

2.4 ટ્રિલિયન
શિબા ઇનુ (SHIB)1.7 ટ્રિલિયન

... અહીં ક્રિપ્ટો કરન્સીને માન્યતા?

અલ સાલ્વાડોર - ક્રિપ્ટો કરન્સી બિટકોઇનને કાયદેસર ચલણ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ
અમેરિકા - ક્રિપ્ટો કરન્સીના માઇનિંગથી લઈને ખરીદી અને વેચાણ માન્ય
કેનેડા - ક્રિપ્ટો માટે અમેરિકાની જેવા જ નિયમો છે.
યુરોપિયન યુનિયન - યુરોપના દેશોમાં અલગ-અલગ નિયમ પ્રવર્તે છે.
ઓસ્ટ્રેલિયા - ક્રિપ્ટો કરન્સીને માન્યતા

ભારતમાં 10 કરોડથી વધુ ક્રિપ્ટો યુઝર

 • બ્રોકરચુઝરના ‘એન્યુઅલ પ્રોલિફરેશન ઇન્ડેક્સનો રિપોર્ટ’ મુજબ, વ્યક્તિગત રીતે ક્રિપ્ટો કરન્સી હોલ્ડ કરનારની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. દેશમાં ક્રિપ્ટો માલિકોની સંખ્યા 10.07 કરોડ છે. અમેરિકામાં માત્ર 2.74 કરોડ અને રશિયામાં 1.74 કરોડ છે.
 • છેલ્લા 12 મહિનામાં કુલ ગ્લોબલ સર્ચ, ક્રિપ્ટોમાલિકોની સંખ્યા, ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ અને અન્ય ફેક્ટર્સના આધારે ભારત સાતમો સૌથી વધુ ક્રિપ્ટો અવેર દેશ છે. ભારતે 10માંથી 4.39 પોઇન્ટ પ્રાપ્ત કરીને ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાનને પાછળ છોડી દીધા છે.
 • ચેઇનાલિટિક્સના ‘2021 ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્ટેશન ઇન્ડેક્સ’ રિપોર્ટમાં 154 દેશોની યાદીમાં ભારત બીજા સ્થાને છે.
 • રિપોર્ટ મુજબ, ક્રિપ્ટોમાં 42 ટકા ટ્રાન્ઝેક્શન ભારતથી થાય છે, આ ઉપરાંત ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીઝમાં 641 ટકાનો ઉછાળો આવ્યો છે, જેમાંથી 59 ટકા ગતિવિધિ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ પ્લેટફોર્મ્સ પર થઈ રહી છે.

વસતિની તુલનામાં ક્રિપ્ટો રોકાણમાં ભારત 5મા સ્થાને

 • યુક્રેન - 12.73%
 • રશિયા - 11.91%
 • કેન્યા - 8.52%
 • અમેરિકા - 8.31%
 • ભારત - 7.3%

ક્રિપ્ટોમાં રોકાણ પર હવે સરકાર કરી રહી છે ટેક્સની તૈયારી

 • ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં થઈ રહેલા જોરદાર રોકાણને જોતાં સરકાર હવે એની પર તબક્કાવાર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ક્રિપ્ટો કરન્સી પર ઓછામાં ઓછા ચાર તબક્કામાં અલગ-અલગ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે.
 • સૂત્રોનું માનીએ તો ક્રિપ્ટો કરન્સીનાં રોકાણ, ખર્ચ, માઇનિંગ અને ટ્રેડિંગ પર અલગ-અલગ ટેક્સ લગાવી શકાય છે. માઇનિંગના માધ્યમથી ક્રિપ્ટો કરન્સી બનાવવામાં આવે છે, જેમાં ફીના રૂપમાં કરન્સીનો કેટલોક અંશ માઇનરને મળે છે. ક્રિપ્ટો કરન્સીથી થયેલી કમાણીને કેપિટલગેઇનની શ્રેણીમાં રાખવામાં આવશે. સરકારી ચલણી નાણાંના બદલામાં ક્રિપ્ટો કરન્સીને કેટલા સમય સુધી હોલ્ડ રાખી શકાય છે, કેટલાં નાણાંનું રોકાણ કરી શકાય છે. પછી વેચતી વખતે થયેલા નફા પર ટેક્સ લાગશે.
 • ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ કરવાથી થતી આવકને બિઝનેસ માનવામાં આવશે અને એની પર જીએસટી લાગુ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. ક્રિપ્ટો કરન્સીથી થતા નફાને આવકનું માધ્યમ માનવામાં આવશે અને ઇન્કમ ટેક્સ લાગુ પડશે.