તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Cost Of Repairing Nehru Bridge Increased From Rs 2.54 Crore To Rs 3.86 Crore; Tenders Previously Approved With 29.20% Are Now Up 30%

કામગીરી મોંઘી બની:નહેરુ બ્રિજના રિપેરિંગનો ખર્ચ 2.54 કરોડથી 3.86 કરોડે પહોંચ્યો; અગાઉ 29.20% સાથે મંજૂર કરાયેલા ટેન્ડરમાં હવે 30% નો વધારો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારાના 1.19 કરોડ માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કામ રજૂ થયું

નહેરુ બ્રિજના બેરિંગ સહિતના રિપેરિંગ માટે 2.54 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું. બ્રિજના રિપેરિંગમાં 3 બોક્સની ગેલેરીમાં તેમજ બ્રિજના સ્ટ્રક્ચરમાં કોંક્રિટ ડેમેજીસ વધતાં બ્રિજના રિપેરિંગનો ખર્ચ રૂ. 3.86 કરોડ પર પહોંચ્યો છે. ત્યારે વધારાની 1.19 કરોડની રકમ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કામ રજૂ થયું છે. જે કામ પહેલા 29.20 ટકા ઘટાડા સાથે મંજૂર થયું હતું, તેમાં અત્યારે 30 ટકા કરતાં પણ વધારે વધારાનો ખર્ચ થઇ ગયો છે.

નહેરુ બ્રિજને રિપેરિંગ કરવા માટે થયેલા ટેન્ડર બાદ 16મી સપ્ટેમ્બરે 2.54 કરોડની કામને મંજૂરી અપાઈ હતી. જેમાં સેન્ફીલ્ડ (ઇન્ડિયા) લી. દ્વારા 29.20 ટકા ઓછા ભાવથી આ ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. બ્રિજના રિપેરિંગની કામગીરી 45 દિવસ સુધી ચાલી હતી. જે દરમિયાન પોલીમર મોરટારના બે લેયરમાં ટ્રિટમેન્ટ નક્કી કરવામાં આવી હતી. તે ઉપરાંત રોલર બેરિંગની મુવમેન્ટ અટકી જતાં બ્રિજના પીઅર અને બોક્સના સ્લેબમાં પણ ક્રેક અને ડેમેજીસ જોવા મળતાં બેરિંગની સર્વિસ લાઇફ વધે તે માટે તેને બેરિંગ ફરતે બોક્સ બનાવવામાં આવ્યા હતા.

બ્રિજના કબ્રિગ અને પેરાફેટ વોલમાં પણ ડેમેજીસ દૂર કરી તેને માઇક્રો કોક્રિંટ અને પોલીમાર મોરટારથી રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તેને કારણે ટેન્ડરની રકમમાં રૂ. 1.19 કરોડનો વધારો થતાં હવે રિવાઇઝ્ડ ટેન્ડર 3.73 કરોડનું થયું હતું. ઉલ્લેખનીય છે કે, ટેન્ડર સમયે બે બિડરો સેન્ફીલ્ડ ઈન્ડિયા લિમિટેડ અને રિબિલ્ડ સ્ટ્રક્ટ એસોસિએટ્સ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ લોએસ્ટ કોન્ટ્રાક્ટરે 29.20 ટકા ઓછા ભાવે એટલે કે, 2.56 કરોડનો ભાવ ઓફર કર્યો હતો. જ્યારે સેકન્ડ લોએસ્ટ કોન્ટ્રાક્ટરે 11.10 ટકા ઓછા 3.19 કરોડનો ભાવ ઓફર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...