તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:કોરોના વાઈરસ તાંબા પર 4 કલાક અને  પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવતો રહે છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂના જમાનામાં વપરાતાં તાંબાના વાસણોનો ઉપયોગ જ શ્રેષ્ઠ છે

અમદાવાદ: અમેરિકાની ન્યૂ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિનના અભ્યાસ મુજબ છીંક કે ઉધરસમાંથી નીકળતાં ડ્રોપલેટ્સ 2થી3 કલાક સક્રિય રહે છે. આ ડ્રોપલેટ્સ વાળના કદથી 30 ગણાં નાના હોય છે. વિવિધ સપાટી પર તેનું આયુષ્ય 2 કલાકથી માંડી 3 દિવસ સુધીનું હોય છે. તાંબા પર આ વાઈરસ 4 કલાક સુધી, સ્ટીલ પર 2થી 3 દિવસ અને પ્લાસ્ટિક પર 3 દિવસ સુધી જીવંત રહે છે. અભ્યાસ મુજબ સપાટીને 70 ટકા સુધી આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સાફ કરાય તો 1 મિનિટમાં વાઈરસ ખતમ થાય છે. 
સપાટી પર કોરોના વાઈરસ કેટલો સમય જીવતો રહે?
સાર્સ-CoV-2 વાઈરસથી કોરોના (COVID-19) ફેલાય છે. આ વાઈરસને રિપ્રોડકશન માટે જીવંત વ્યક્તિની જરૂર પડે છે. વિવિધ સપાટી પર આ વાઈરસ આટલા સમય સુધી જીવિત રહી શકે છે .
અભ્યાસ લોસ એન્જલિસની યુનિવર્સિટી ઓફ કોલમ્બિયાની ન્યુ ઈંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિને કર્યો છે. 
ઉધરસ અને છીંકો માટે સંશોધકોએ નેબ્યુલાઈઝરનો ઉપયોગ કર્યો હતો. 
70 ટકા આલ્કોહોલ ધરાવતા ડિસઈન્ફેક્ટન્ટથી સફાઈ જરૂરી છે.

સપાટીસમય
હવા 3 કલાક
તાંબુ 4 કલાક
કાર્ડબોર્ડ 24 કલાક
સ્ટીલ2-3 દિવસ
પ્લાસ્ટિક 3 દિવસ
અન્ય સમાચારો પણ છે...