તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. તેમાં 45 અને તેનાથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ દરમિયાન કોરોનાના વધતા કેસમાં અચાનક વધારો અને દેશના રસીકરણ કેન્દ્રોની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, એપ્રિલમાં સરકારી અને ખાનગી કેન્દ્રો પર રોજ વેક્સિન લગાવવામાં આવશે. જેને પગલે ગુજરાતમાં પણ 1 એપ્રિલ, 2021થી 30 એપ્રિલ 2021 સુધી તમામ જિલ્લા-કોર્પોરેશનના જાહેર અને ખાનગી તમામ કોવિડ રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ ચલાવવામાં આવશે.
આ નિર્ણયને પગલે એપ્રિલ 2021 દરમિયાન એટલે કે સરકારી રજા (ગેઝેટેડ હોલિડે)ના દિવસે પણ રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે.
આ પહેલા કેન્દ્ર સરકારે 1 એપ્રિલના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, આ મહિને તમામ કેન્દ્રો પર રોજ વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે. આ નિર્ણય 31 માર્ચે તમામ રાજ્યો સાથે કરેલી વાતચીત પછી લેવાયો હતો.
એપ્રિલમાં ચાર રવિવાર, ચાર મોટા પર્વ
આ મહિને 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 13મીએ ગુડી પડવો (ચેટી ચંદ), 14મીએ આંબેડકર જયંતિ, 21મી રામ નવમીની રજા છે. ચાર રવિવાર પણ છે. મહાવીર જયંતિ 25 એપ્રિલે છે, પરંતુ એ દિવસે રવિવાર છે.
રાજ્યમાં કુલ 3 લાખ 10 હજારથી વધુ કેસ
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના 2410 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં 4, અમદાવાદમાં 3 તથા વડોદરા અને ભાવનગરમાં 1-1 મળી કુલ 9 દર્દીના મોત થયાં હતા. રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.35 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 10 હજાર 108ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,528 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 92 હજાર 584 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી 53 લાખ 68 હજાર 2 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 97 હજાર 680 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.