ઉત્પાદન:કોરોના મહામારીમાં 400થી 500 કરોડના સેનિટાઈઝરનું વેચાણ થયું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓએ 18ને બદલે 12 ટકા ટેક્સ જ ચૂકવ્યો હતો

સેન્ટ્રલ એક્સાઈઝ ડાયરેક્ટરે સેનિટાઈઝર ઉત્પાદકો 6 ટકા ઓછો જીએસટી ભરતા હોવાનું ધ્યાને આવતાં રિકવરીની સૂચના આપી છે. ઉત્પાદકોએ નિયમ 30નું વર્ગીકરણ કરીને 12 ટકા જીએસટી ભર્યો હતો પણ પરંતુ કાયદા મુજબ 18 ટકા જીએસટી લાગે છે. કોવિડને લીધે દેશમાં 400થી 500 કરોડના સેનિટાઈઝરનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.  

સેનિટાઇઝર ઉત્પાદકોએ વધારાનો 6 ટકા જીએસટી ચૂકવવો પડશે

કેન્દ્રની ડીજીજીઆઇએ ગુજરાતના અમદાવાદ અને સુરતની ઓફિસોને જાણ કરી ગુજરાતમાં સેનિટાઇઝરનું ઉત્પાદન કરતા એકમોને ત્યાં જરૂર તપાસ કરવા જણાવ્યું છે. મુખ્યત્વે સેનિટાઇઝર ઉત્પાદકોએ સેનેટાઇઝર પર સરકારે જાહેર કરેલા કલાસીફિકેશનને ધ્યાનમાં લઇને 12 ટકા જીએસટી દર વસૂલી ને સરકારને ચુકવ્યો છે. જ્યારે ડાયરેકટર જનરલ સેન્ટ્રલ એકસાઇઝ ઇન્વેસ્ટિગેશન હેન્ડ સેનિટાઇઝરને જીએસટીની નિયમ 38મા વર્ગીકરણ કરી તેના પર 18 ટકા જીએસટી લાગતો હોવાનું જણાવ્યું છે. ઉત્પાદકો જીએસટીના નિયમ 30મા વર્ગીકરણ કરી 12 ટકા જીએસટી ભરી રહ્યાં છે. આમ ઇન્ટેલિજન્સ એજન્સીના મત પ્રમાણે ઉત્પાદકો 6 ટકા જીએસટી ઓછો ભરી રહ્યાં છે. આમ જીએસટી કાયદા હેઠળ રિકવરી કરવાની થતી હોવાથી અધિકારીઓને જો કોઇ ઉત્પાદક ટેકસ ઓછો ભર્યો હોય તો તેની પાસે ઓછા ભરેલા 6 ટકા જીએસટી વસુલવા અને તેના પર ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...