મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય:અમદાવાદના નારણપુરાની બાંધકામના કાટમાળની ડમ્પ સાઇટ હવે રાણીપ વિસ્તારમાં ખસેડવામાં આવશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટની ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટની ફાઇલ તસવીર
  • બિલ્ડરો દ્વારા ઠાલવવામાં આવતાં કાટમાળથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજ નજીક રહેણાંક વિસ્તારમાં બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રકશનનો ભંગાર, કાટમાળ ઠાલવવામાં આવતો હતો. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરતા આ ડમ્પ સાઇટ બંધ કરવી પડી હતી. હવે ડમ્પ સાઈટને ખસેડીને રાણીપ વિસ્તારના એક પ્લોટમાં ખસેડાશે..

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ ડમ્પ સાઇટ હવે રાણીપ વિસ્તારમાં આવેલા એક પ્લોટમાં ઉભી કરવાનું નક્કી કરાયું છે. જેથી બિલ્ડરો દ્વારા ઠાલવવામાં આવતાં કાટમાળથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ ટ્રાફિક જામ કરીને ભારે હોબાળો મચાવ્યા પછી મ્યુનિ. સત્તાવાળાઓ સફાળા જાગ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે નારણપુરા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કાટમાળની ડમ્પ સાઇટ બંધ કરવામાં આવી છે. હવે રાણીપ વિસ્તારમાં એક પ્લોટમાં આ કાટમાળ નાખવાનું નક્કી કરાયું છે. આ પ્રકારે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે પણ ભંગાર અને કાટમાળ નહીં ઠાલવવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...