સુનાવણી:મહિલા PSIની મોતની ફરિયાદ મામલે કોન્સ્ટેબલ પતિએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે 6 મહિના બાદ ફરીથી જામીન અરજી કરવા માટે હુકમ કર્યો

સુરતમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના મોતનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વર્ષ 2020 ડિસેમ્બરમાં મહિલા PSIના મોત મામલે તેના પતિ કે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે અંગે આરોપી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે કોર્ટે આ જામીન અરજીની રજુઆતથી સંતુષ્ટ પરત લેવા અને 6 મહિના બાદ અરજી કરવા કહ્યું છે.

6 મહિના બાદ ફરીથી જામીન અરજી કરવા હુકમ
ડિસેમ્બર 2020માં સુરતમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આકસ્મિક મોત થયું હતું. જે મામલે મૃતક PSIના પિયર પક્ષ દ્વારા તેના પતિ સહિત સાસરિયા પક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુરત મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મૃતક મહિલા PSIના પરિવારજનોએ તેના સાસરિયા સામે આરોપ લગાવ્યો હતો કે ગોળી વાગવાથી તેનું મોત થયું હતું. જેથી તેમને શંકા છે કે તેની હત્યા કરી અથવા કરવામાં આવી હોય. જે બાદ આરોપી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જોકે કોર્ટે તરફથી હાલ તેને રાહત નથી મળી, 6 મહિના બાદ ફરીથી જામીન અરજી કરવા માટે હુકમ કર્યો છે.

મૃતક મહિલાની 2013માં PSI તરીકે ભરતી થઈ હતી
વર્ષ 2013માં મૃતક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર PSI તરીકે ભરતી થઈ હતી. શરૂઆતના સમયમાં જામનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરજ બજાવી હતી. પાંચ વર્ષ ત્યાં ફરજ બજાવ્યા બાદ સુરત પોસ્ટિંગ થઈ હતી. વર્ષ 2014માં સાવરકુંડલામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે સામાજિક રીતરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.

વિધવા મહિલા સાથે પતિના આડા સંબંધો
મૃતક મહિલા PSIના પિયર પક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના સાસરિયાં માનસિક રીતે પરેશાન કરવામાં આવતી સાથે જ સુરતમાં દીકરો થયા બાદ તેની સંભાળ રાખવામાં માટે એક વિધવા મહિલા પર રોકવામાં આવી હતી. જેની સાથે તેના પતિના આડા સંબંધો હતા. જે વાત તેની પત્ની પકડી પાડી હતી, તે અંગેના પુરાવા પણ મોબાઈલમાં હતા. મૃતક દ્વારા આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મોતની ઘટનાના થોડા દિવસો અગાઉ છુટાછેડા અંગેની વાત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...