અસલાલીના કોન્સ્ટેબલને ACBએ પકડ્યો:દારૂ કેસમાં માર નહિ મારવા બદલ કોન્સ્ટેબલે 44 હજાર લાંચ માગી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી હેડ કોન્સ્ટેબલની તસવીર - Divya Bhaskar
આરોપી હેડ કોન્સ્ટેબલની તસવીર
  • અસલાલીના કોન્સ્ટેબલને ACBએ પકડ્યો

અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને રૂ.24 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોએ રંગે હાથે ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અસલાલીમાં રહેતી એક વ્યક્તિના દીકરા પર દેશી દારૂનો કેસ થયો હતો, જેમાં પોલીસે ધરપકડ કરતાં આરોપીને માર નહીં મારવા તેમ જ કોર્ટમાં જલદી રજૂ કરવા માટે અસલાલી પોલીસ સ્ટેશનની બારેજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ મનુભાઈ દંતાણીએ રૂ.44 હજારની લાંચની માગણી કરી હતી. જે તે સમયે કોન્સ્ટેબલને 20 હજાર રૂપિયા આપ્યા હતા. આથી તેણે કહ્યા મુજબ માર નહીં મારી રજૂ કરતાં આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.

ત્યાર બાદ બાકીના રૂ.24 હજાર લેવા માટે હેડ કોન્સ્ટેબલ વિપુલ દંતાણીએ માગણી શરૂ કરી હતી. આ બાબતે એન્ટી કરપ્શન બ્યૂરોમાં જાણ કરવામાં આવી હતી, જેમાં એસીબીએ વિપુલ દંતાણીને રૂ.24 હજારની લાંચ માગી અને સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...