કોંગ્રેસનો મેયરને પત્ર:મોરબી દુર્ઘટનામાં મૃતકોના શોક ઠરાવ માટે કોંગ્રેસ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવાની માંગ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક ઝૂલતા પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને પ્રાર્થના સભાઓ કરી મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મોરબીની આ દુ:ખદ ઘટનાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોરબીના મૃતકોના શોક ઠરાવ માટે સામાન્ય સભા બોલાવવા મેયરને પત્ર લખ્યો છે.

મોરબી દુર્ઘટના બાદ શહેર શોકમય
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટી જવાના કારણે 135થી વધુ લોકોના મોત થયા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ ઘટનાના કારણે સમગ્ર મોરબી શહેર શોકમય બની ગયું છે. લોકોએ પુત્ર, પત્ની, પતિ, બાળકો સહિત અનેક પરિવારજનો ગુમાવ્યા છે. વિવિધ દેશ-વિદેશના વડાપ્રધાન/ પ્રેસિડેન્ટ તથા અન્ય વૈશ્વિક નેતાઓ દ્વારા શોક સંદેશ મળ્યો છે.

સામાન્ય બેઠક બોલાવવા માટે મેયરને પત્ર લખ્યો
આ ઉપરાંત અનેક નામી/અનામી લોકો દ્વારા મોટી સંખ્યામાં શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે મૃત્યુ પામેલાના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા તેમજ સાંત્વના આપવા પક્ષાપક્ષીથી પર રહીને માત્ર માનવીય ધોરણોને ધ્યાનમાં રાખી શોક ઠરાવ તાકીદે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા માટે મેયરને પત્ર લખી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...