તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂ ઇફેક્ટ:રેસ્ટોરાં-કાફેમાં પરફોર્મ કરી કોલેજની ફી ભરતા સિંગર્સની સ્થિતિ દયનીય

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 9 વાગ્યાથી કર્ફ્યૂને કારણે હવે શો જ નથી મળતાં

કર્ફ્યૂને કારણે શહેરનાં પ્રોફેશનલ સિંગર્સનાં કામ ઠપ્પ થઇ ગયાં છે. અમુક સિંગર્સ સ્ટડી કરી રહ્યાં છે, જે રેસ્ટોરન્ટ અને કાફેમાં શો કરીને કોલેજની ફી ભરતા હતાં, જ્યારે અમુક માટે આ જ એકમાત્ર ઈન્કમ છે. જેથી તેમનાં કરિયર પર કર્ફ્યૂની ખરાબ અસર પડી છે. અમુક સિંગરે લૉકડાઉન પહેલા પોતાનું બેન્ડ બનાવ્યું હતું જે ખોરવાઈ ગયું છે. લૉકડાઉન પહેલા એક પરફોર્મન્સ પર મળતી 10થી 12 હજાર રૂપિયાની આવક 1500થી 2000 રૂપિયા થઇ છે. નાઇટ કર્ફ્યૂને લીધે કાફે-રેસ્ટોરાં બંધ હોવાથી તેમને શો મળવા મુશ્કેલ બન્યા છે.

અમારું કામ પબ્લિક ગેધરિંગથી જ બને જે બંધ થયું, આવક ગઇ
અમારું કામ પબ્લિક ગેધરિંગથી છે જે બંધ છે. એકોસ્ટિક નાઇટમાં 12-15 હજાર મળતાં જે બંધ છે. 9 વાગ્યે કાફે અને રેસ્ટોરન્ટ બંધ થઈ જાય છે. - શેહજાદ કુરેશી, ગિટારિસ્ટ, સિંગર

બેન્ડના મેમ્બર્સ છૂટા પડ્યાં, એકે જોબ કરી બીજા કામની રાહમાં છે
કાફેમાં ગાયન બંધ થઈ ગયું. મહિને 30 હજાર મળતાં જે હવે નથી. બેન્ડ હતું તે લૉકડાઉનને લીધે છૂટું પડી ગયું. એક મેમ્બરે મ્યુઝિક છોડીને જોબ શરૂ કરી. - કરણ બારોટ, સિંગર

શો બંધ છે તો પિયાનો ટીચિંગથી ઈન્કમ જનરેટ કરવાનો પ્રયત્ન કરું છું
પિયાનો આર્ટિસ્ટ તરીકે પહેલા જે મહિનામાં બે ત્રણ શો મળતા હતા તે બિલકુલ બંધ થઈ ગયા છે. જેથી હવે ઓનલાઇન પિયાનો ટીચિંગ પણ કરાવું છું. ઉપાસના કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી ભણી રહ્યો છું. રેસ્ટોરન્ટમાં જે શો મળતા હતા તે નાઇટ કર્ફ્યૂને લીધે નથી મળતા, જેનાં પર ડિપેન્ડ થઈ શકતા હતા તેવા શો પણ કેન્સલ થઈ રહ્યાં છે. જેથી ફાઇનાન્શિયલ રીતે ખૂબ મુશ્કેલીઓ પડે છે. પહેલા પરફોર્મન્સ કરીને 12 હજાર જેટલી ઈન્કમ થતી તે બંધ થઈ ગઈ પણ હવે ટીચિંગથી 6થી 7 હજાર મળે છે.

હવે 1-2 કલાક પરફોર્મ કરવા મળે તો પણ કરી લઇએ છીએ
પરફોર્મરને ઓડિઅન્સ જોઇએ. રેસ્ટોરન્ટ અને કાફે નાઇટ કર્ફ્યૂને લીધે જલ્દી બંધ થાય છે. 1કે 2 કલાક પણ પરફોર્મ કરવા મળે તો પણ કરી લઈએ છીએ. - યામિની તિવારી, સિંગર

રેસ્ટોરન્ટ-કાફેમાં પણ કામ ન મળતાં ફી ભરવાની તકલીફ છે
પહેલાં 3 કલાકનાં 1500 રુપિયા મળતા. નાઇટ કર્ફ્યૂને લીધે તે નથી. મ્યુઝિકમાં માસ્ટર્સની ડિગ્રીની ફી ભરવાની તકલીફ થઇ ગઇ છે. - યશ તમન્ચે, સિંગર એન્ડ ગિટારિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો