તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં ત્રણ દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 4 ત્યજી દિધેલી બાળકીઓ મળી આવી હતી. વેજલપુર અને જુહાપુરામાંથી બાળકીઓ મળી આવતા વેજલપુર પોલીસની તપાસમાં બાળકી મળી ફરિયાદ કરનાર ફરિયાદી જ ખુદ બાળકીનો પિતા નીકળ્યો છે. રખિયાલના યુવકને યુવતી સાથે પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ દરમિયાન બાળકી જન્મી હતી. જેને ત્યજી દેવા બાળકી મળી હોવાનું નાટક કરી ફરિયાદ કરી હતી.
રખિયાલમાં રહેતા સરફુદ્દીન મન્સુરી નામનાં રિક્ષાચાલકે પોલીસમાં ફરિયાદ આપી હતી કે તે લોડીંગ રિક્ષા લઈને ફતેવાડી મેટ્રો સ્ટેશનથી રખિયાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે એક કુતરૂ તેના મોઢામાં જાંબલી કલરના સ્વેટરમાં કઈંક લઈ જતા જોયો હતો અને નજીક જઈને જોતા તેને આ બાળકી મળી હતી. બાળકીને પોતાનાં ઘરે લઈ ગયો હતો અને બાળકીને સાફ કરી તેની પત્નીએ તેને દૂધ પીવડાવ્યુ હતુ અને રાત્રે તેના મોટા ભાઈ આવતા પોલીસને બાળકી અંગે જાણ કરી હતી.
વેજલપુર પોલીસે તપાસ કરતા ફરિયાદી પોતે જ આ ત્યજી દિધેલી બાળકીનો પિતા હોવાનુ સામે આવ્યુ છે. રિક્ષાચાલક સરફુદ્દીન મન્સુરીને હાટકેશ્વરની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો જે યુવતી થકી આ બાળકીનો જન્મ થયો હતો. જે બાળકીનો નિકાલ કરવા માટે તેણે જાતે આ બાળકીને જુહાપુરા ખાતે લઈ જઈ પોલીસમાં બાળકી મળી હોવાની ફરિયાદ કરી હતી. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી બાળકીની માતા સહિત યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.