એસજી હાઈવે પરની ગ્રાઈન્ડીંગ એન્ડ ક્રશીંગ મશીનના સ્પેરપાર્ટસનુ ઉત્પાદન કરતી કંપનીની પ્રોડકટને લગતી મહત્વની ગોપનીય માહિતી તેમની હરિફ કંપનીને મોકલી કંપનીને આર્થિક નુકશાન કરવા બદલ કંપનીના ડેપ્યુટી મેનેજર વિરુદ્ધ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બોડકદેવમાં આવેલી એઆઈએ એન્જિનિયરિંગ લિ. કંપનીના ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા રજનીકાંત પટેલ સામે કંપનીએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ફાંડો ત્યારે ફૂટ્યો જ્યારે હરિફ કંપની બ્લ્યુ સ્ટાર માલેબલ પ્રા.લિએ તેમના દ્વારા થતી કામગીરી માટે ટેન્ડર ભર્યું હતું. આ અંગે શંકા જતા કંપનીના ડેપ્યુટી મેનેજરે કંપનીના મેઈલ આઈડી પરથી હરિફ કંપનીને કંપનીની અંગત માહિતી અને દસ્તાવેજો મોકલ્યા હતા. જેથી સાઇબર પોલીસે રજનીકાંત સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી કંપનીએ બુક કરાવેલી હોટલમાં રોકાયો
રજનીકાંત પટેલ તેમની કંપનીમાંથી જાન્યુઆરી મહિનામાં ત્રણ દિવસની રજા પર હતા આ બાબતે કંપનીના ધ્યાને આવ્યંુ હતંુ કે તેઓ હરિફ કંપની બ્લ્યુ સ્ટાર માલેબલ પ્રા.લિ. દ્વારા જમશેદપુર ખાતે હોટલ મધુબન હોટલમાં બુક કરાયેલા રૂમમાં તેઓ રોકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.