• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Company Which Did Not Complete The Road Work Was Given More Time, The Road Resurface Work In The Southern Zone Was Assigned In 2017 18.

કાર્યવાહી:બહાનાં કાઢી રોડનું કામ પૂરું નહીં કરનારી કંપનીને વધુ મુદત અપાઈ, દક્ષિણ ઝોનમાં રોડ રિસરફેસનું કામ 2017-18માં સોંપાયું હતું

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ કમિટીએ કોરોનાનું કારણ આગળ ધરી કોન્ટ્રાક્ટરને લાભ કરી આપ્યો

શહેરના દક્ષિણ ઝોનમાં 60 ફૂટ કરતાં વધારે પહોળા રોડ રિસરફેસ કરવાનું કામ 2017-18માં શ્રી રચના ઇન્ફ્રાને સોંપાયું હતું. આ કંપનીને કામ શરૂ કરવા માટે વારંવાર કહેવા છતાં આર્થિક સ્થિતિ આગળ ધરીને કામ પૂરું કર્યું ન હતું. આમ છતાં મ્યુનિ.એ કોરોનાના મહામારીનું કારણ આગળ ધરી કામ પૂરું કરવા માટેની મુદત વધારી આપવામાં આવી છે.

શહેરના દક્ષિણ ઝોનમાં 60 ફૂટથી પહોળા રસ્તા રિસરફેસ અને રિગ્રેડ કરવા માટે 2017-18માં રચના ઇન્ફ્રાને 12.33 કરોડનું કામ 21.51 ટકા વધારે ભાવે મંજૂર રાખ્યું હતું. સપ્ટેમ્બર 2017માં આ કામ મંજૂર થયું હતું. 4 ઓક્ટોબર 2018માં તેની સમયમર્યાદા પૂર્ણ થઇ હોવા છતાં કામ પૂર્ણ નહીં થતાં મ્યુનિ.ની પૂછપરછમાં એવી સ્પષ્ટતા મળી હતી કે, તેમની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેમણે કામ અધૂરું રાખ્યું હતું. જે બાદ અધૂરું કામ અન્ય એજન્સી મારફતે તંત્રની મંજૂરી મેળવીને પૂરું કરી આપ્યું હતું. જ્યારે અન્ય જગ્યાએ પણ કામ સોંપતાં કામ ચાલુ કર્યું હતું.

સરકારી કંપની પાસેથી ડામર મેળવવા તથા દબાણ દૂર કરવાના કામોમાં વધુ સમય લાગ્યો છે. વૈશ્વિક મહામારીમાં કોન્ટ્રાક્ટરની આર્થિક સ્થિતિ થોડી વધુ ખરાબ હોવાથી તેમની કામગીરીની મુદત 31 જાન્યુઆરી 2020 વધારી આપવા માટેના કામને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ ગ્રાહ્ય રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...