તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Company Taxpayer Has To Show The Transaction Of Bitcoin In The Return; A Company Dealing In Bitcoin Cryptocurrency Will Have To Provide Details Of CSR

મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેનો આદેશ:કંપની કરદાતાએ બિટકોઇનના વ્યવહાર રિટર્નમાં બતાવવાં પડશે; બિટકોઇન-ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહાર કરતી કંપનીએ CSRની વિગત આપવી પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મિનિસ્ટ્રી ઓફ કંપની અર્ફેસે તાજેતરમાં કંપની કરદાતાઓને ઓડિટ રિપોર્ટ અને એન્યુઅલ રિપોર્ટમાં ક્રિપ્ટો કરન્સી તેમજ બિટકોઇનના વ્યવહારો દર્શાવવા જણાવ્યું છે. અત્યાર સુધી કંપની કરદાતાઓના આવા વ્યવહારોની વિગતો રિટર્નમાં માગવામાં આવતી નહોતી. તાજેતરના પરિપત્રથી કંપની કરદાતાઓ પાસેથી બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની વિગતો પણ રિટર્નમાં ઓડિટર દ્વારા ઓડિટ કરીને સ્પષ્ટતા સાથે દર્શાવાનું રહેશે. આમ વિદેશી કરન્સી બાદ હવે ઇ-કરન્સીના વ્યવહારોની વિગતો કરવા પાછલનું કારણ સરકાર સમક્ષ રજૂ કરવાનું રહેશે.

કંપની કરદાતાઓએ વર્ષ 2020-21માં ઓડિટ રિપોર્ટમાં કરેલા બિટકોઇન અથવા ક્રિપ્ટો કરન્સીમાં કોઇ વ્યવહાર કરેલા હોય તો તેની વિગતો એન્યુઅલ રિપોર્ટ અથવા ઓડિટ રિપોર્ટમાં દર્શાવવા પડશે. આમ કંપની દ્વારા બિટકોઇનમાં કરેલા વ્યવહારોની વિગતો સરકારને આપીને તેની સ્પષ્ટતા કરવી પડશે. વધારામાં તેમાં કરેલા વ્યવહારો અને રોકાણો દ્વારા થયેલા નફાની વિગતો તેમજ હોલ્ડિંગની વિગતો આપવાની રહેશે. બિટકોઇન અથવા તેના જેવી કોઇ વર્ચ્યુઅલ કરન્સીમાં કરેલા વ્યવહારો રિટર્નમાં દર્શાવવા પડશે.

તેવી જ રીતે કોર્પોરેટ સોશિયલ રિસપોન્સિબલ (સીએસઆર) ફંડની તમામ વિગતો હવેથી ઓડિટ રિપોર્ટમાં દર્શાવવી પડશે. જેમાં વર્ષ દરમિયાન કરેલા રોકાણો, વાપરેલું ફંડ, નહી વપરાયેલા ફંડની વિગતો, નહીં વપરાવાનું કારણ અને અન્ય ટ્રસ્ટમાં કરેલા ખર્ચ અને કોઇ પણ પ્રકારના સીએસઆર કરેલા લાંબા ગાળાના ખર્ચની વિગતો આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...