• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Company Filed A Complaint Alleging That TV Channels Were Telecast For Free From The Mobile App; Investigation Against West Bengal App Developer

સાઇબર ક્રાઈમ:ટીવી ચેનલો મોબાઈલ એપથી ફ્રીમાં ટેલિકાસ્ટ કરાતાં કંપનીએ ફરિયાદ નોંધાવી; પશ્ચિમ બંગાળના એપ ડેવલપર સામે તપાસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાર ઈન્ડિયા પ્રા.લિ,ના લીગલ એન્ડ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા એડવોકેટ નિધિબેન જાનીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના કલાયન્ટ સ્ટાર ઈન્ડિયા પ્રા.લિ.ના ધ્યાને આવ્યું છે કે, ઓનલાઈન વેબસાઈટ રિકીસ્ટ્રીમઝ નામની વિવિધ મોબાઈલ એપ્લિકેશન તથા એનઆરટીવી.ટોપ, એનઆર ટીવી 120 વર્લ્ડકપ લાઈવ નામની મોબાઈલ એપ્લીકેશનમાં સ્ટાર પે ચેનલો લાઈવ બતાવવામાં આવી રહી છે. આ એપ્લિકેશનને સ્ટાર પ્લસ દ્રારા કોઈપણ પ્રકારના પ્રસારણના હકો અપાયા નથી. આમ કંપનીની જાણ બહાર ગેરકાયદેસર રીતે તેમના પ્રોગ્રામ લોકોને મફતમાં પ્રસારિત કરીને કંપનીને મોટંુ નુકશાન કરવામાં આવી રહ્યું છે.

કંપનીની ટેકનીકલ ટીમે આ મામલે તપાસ કરતા એવું જાણવા મળ્યુ છે કે, નિતાઈ સરકાર નામની કોઈ અજાણી વ્યકિત આ એપ્લિકેશનનો ડેવલોપર છે અને તેનુ એડ્રેસ ગંગારામ પુર વેસ્ટ બંગાલ હોવાનું જણાઈ આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...