તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ઠંડીનું જોર થોડું ઘટ્યું પણ હજુ 24 કલાક કોલ્ડવેવ રહેશે, બપોર પછી ઠંડા પવનનું જોર ઘટતાં રાહત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ સહિત રાજ્યમાં કોલ્ડવેવથી 8 શહેરોમાં ઠંડીનો પારો 8.0 ડિગ્રીથી નીચે જતાં લોકો ઠૂંઠવાયા હતા. સતત બીજા દિવસે નલિયા 2.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ હતું. આગામી 24 કલાક કોલ્ડવેવનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

લઘુતમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો વધારો
અમદાવાદમાં વહેલી સવારથી કાતિલ ઠંડા પવનો ચાલુ રહેતાં લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ, બપોરનાં 1 વાગ્યા બાદ ઠંડા પવનનું જોર ઘટતાં લોકોએ ઠંડીથી રાહત મેળવી હતી. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી ગગડીને 24.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી ગગડ્યુ હતું, પણ સોમવાર કરતા લઘુતમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો વધારો થતા 10.2 ડિગ્રી નોંધાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. પરંતુ, સાંજ પડતાં ફરીથી શરૂ થયેલાં ઠંડા પવનોથી સમગ્ર શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દરિયાકાંઠાના, સુરત, વલસાડ, ઓખા, દ્વારકા અને વેરા‌વળને બાદ કરતાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે તેમજ 8 શહેરોમાં 8 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

કયાં કેટલી ઠંડી નોંધાઈ?

અમદાવાદ10.2
નલિયા2.7
કેશોદ6.2
ડીસા6.6
ગાંધીનગર7.5
કંડલા7.5
પોરબંદર8
રાજકોટ8.3
મહુવા8
ભુજ9
વિદ્યાનગર9.1
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો