તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગાહી:આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો શરૂ થશે, આગામી 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીંઃ હવામાન વિભાગ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગામી 3 દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે - Divya Bhaskar
આગામી 3 દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે
 • આગામી 3 દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે
 • માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધ ઘટ નોંધાઈ રહી છે

ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનને પગલે ગુજરાતના અનેક સ્થળે ઠંડીમાં વધારો નોંધાયો છે. જેમાં નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 8.5 ડિગ્રી તાપમાનથી કડકડતી ઠંડી અનુભવાઇ હતી.ત્યારે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો શરુ થશે.

આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી
આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી

આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી
હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદના ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. અમદાવાદમાં 13.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો વધારો જ્યારે 28.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય.કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે 13 ફેબુ્રઆરી સુધીમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીએ જઇ શકે છે.

અમદાવાદમાં હવે લોકોને ઠંડીમાં રાહત મળશે
અમદાવાદમાં હવે લોકોને ઠંડીમાં રાહત મળશે

રાજ્યભરમાં આગામી મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે
રાજ્યભરમાં આગામી મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે. ગત રાત્રિએ રાજ્યમાંથી અન્યત્ર કેશોદમાં 9.9, પોરબંદરમાં 10.8, વલસાડમાં 11, ડીસામાં 11.1, ભાવનગરમાં 12.6, અમરેલીમાં 12.7, ભૂજમાં 13.2, રાજકોટમાં 13.9, વડોદરામાં 14, સુરેન્દ્રનગરમાં 14.8, દીવમાં 15 જ્યારે સુરતમાં 19 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ રહી છે
માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ રહી છે

માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ
માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ રહી છે. માઈનસ ચાર ડિગ્રીથી તાપમાનનો પારો ઊંચકાઈને 4.4 ડિગ્રી નોંધાયો હતો. તેમાં છેલ્લા બે દિવસ દરમિયાન તાપમાન બે ડિગ્રી બાદ આજે ફરીથી ઝીરો ડિગ્રી સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે. જોકે ઠંડીનું જોર વધવાની સાથે આજે સહેલાણીઓનો પણ ધસારો વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો